પૌત્ર તેના દાદી ને ચીડવી રહ્યો હતો તો દાદી નો બાટલો ફાટ્યો અને પૌત્ર ને કહી દીધું કે તારી ઈજ્જત, જુઓ વિડીયો.
આપણા સમાજમાં ખાસ એવું કહેવામાં આવતું હોય છે કે આપણા ઘરમાં કોઈપણ એક તો મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિ હોવા જ જોઈએ. કે જેની છત્રછાયા માં આપણે ખુશ હોઈએ છીએ.
ખાસ કરીને આપણા ઘરમાં અને સમાજમાં દાદા અને દાદીનું ખૂબ જ મહત્વ હોય છે. આપણે જાણીએ છીએ તેમ ખાસ કરીને નાના બાળકો તેના માતા પિતાની સાથે ઓછા જોવા મળે છે પરંતુ તેના દાદા અને દાદી સાથે વધુ જોવા મળતા હોય છે.
નાના બાળકો તેના દાદા દાદી પાસેથી અવનવી વાર્તાઓ અને કહાનીઓ પણ સાંભળતા હોય છે અને ક્યારેક દાદા અને દાદીઓની મજાક મસ્તી પણ કરતા હોય છે. દાદા દાદીને પણ પૌત્ર અને પૌત્રી તરફથી બસ આ જ પ્રેમની આશા હોય છે. તેઓ જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પૌત્ર તેના દાદી ની ખુબ જ મજાક કરતો જોવા મળે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં એક પૌત્ર કેમેરા ઓન કરે છે અને તેની દાદીને કેટલાક રસપ્રદ પ્રશ્નો પૂછે છે. પૌત્ર તેની દાદીને પૂછે છે- કે ‘તમે મારા ભાઈ માટે પ્રાર્થના કરી છે, તેથી તે મારો ભાઈ જનમ્યો.
दादी से पंगा नहीं 👏😄 pic.twitter.com/bGETfCGgOm
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 16, 2022
પછી માતાએ મારી બહેન માટે પ્રાર્થના કરી અને તે જન્મી. દાદી પણ કહે છે – ‘હા, બરાબર છે.’ ત્યારે પૌત્ર ફરી એકવાર દાદીને ચીડવતા કહે છે – ‘મને એક વાત કહો, મને કોણે માંગ્યું.’ આના પર દાદી એવો જોરદાર જવાબ આપે છે કે તમે હસવા લાગશો.
આમ આ વિડીયો માં પૌત્ર દાદી ને ખુબ જ ચીડવતો જોવા મળે છે. લોકો આ વિડીયો માં ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને આ વિડીયો ને ખુબ જ લાઈક કરી રહ્યા છે. દાદા દાદી ના આવા અનેક મજાક મસ્તી વાળા વિડીયો આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ. જેના થાકી લોકો ને ખુબ જ મનોરંજન મળતું હોય છે.