ચાર યુવતીઓએ ભેગી થઈ એક યુવતીની ઢીકાપાટુથી કરી જાહેરમાં ધોલાઈ
મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોર શહેર હવે 24 કલાક ખુલ્લું રહે છે. આ દેશનું પાંચમું શહેર છે, જે 24 કલાક ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે. વિદેશી કંપનીઓ અને કોર્પોરેટમાં કામ કરી રહેલા કર્મચારીઓની સુવિધા માટે તેની શરૂઆત થઈ હતી.
પરંતુ હવે આ દાંવ ઉંધો પડી રહ્યો છે. મોડી રાત્રે શહેરમાં લોકોની અવરજવરને કારણે નશાખોરી અને ગુનાઓની સંખ્યા વધી ગઈ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાર યુવતીઓ મળીને એક યુવતીને મારી રહી છે.
આ વીડિયો ઈન્દોરના AB રોડ પર LIG ચોકનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર યુવતીઓ એક યુવતીને ઢીકા-પાટુથી માર મારી રહી છે અને ગાળો આપી રહી છે. જાણવા મળ્યું કે દારૂના નશામાં એક કેફે પર બેસીને આ યુવતીઓ સિગારેટ પી રહી હતી,
ત્યાં કોઈ વાત પર ચર્ચા થયા બાદ ઝગડવા લાગી અને કેફે સંચાલકે તેને બહાર કાઢી મુકી હતી. ત્યારબાદ રોડ વચ્ચે મારામારી શરૂ થઈ હતી. આ ઘટના દરમિયાન આસપાસ ઉભા રહેલા લોકોએ તેનો વીડિયો બનાવી લીધો હતો. કેટલાક લોકોએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીઓનો ગુસ્સો જોઈ લોકો દૂર થઈ ગયા હતા.
#Viralvideo of drunken girls beating outside the pub in #Indore.
#Naagin6 #UCLdraw #FireBolttXDhoni #Fight #INDvsENG pic.twitter.com/qk2PlQGBbq— Aashima Rai💯% FB (@AashimaRai4) November 7, 2022
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો આ યુવતીઓની આલોચના કરી રહ્યાં છે. આ ઘટના રાત્રે 10 કલાકથી 11 વચ્ચેની છે. આ યુવતીઓ ઈન્દોરમાં રહીને જોબ કરતી હોય કે અભ્યાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.
લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે પોલીસે કેસ દાખલ કરી યુવતીઓની શોધખોળ શરૂ કરી છે.
અહીં મોડી રાત્રે નાઇટ ક્લબ અને પબમાં યુવાઓને નશો વેંચવામાં આવે છે. યુવાઓ દ્વારા નશો કર્યા બાદ ઈન્દોરના રસ્તાઓ પર આ પ્રકારના ઝગડા કરવા સામાન્ય વાત થઈ ગઈ છે.