એક વર્ષમાં 40 રૂપિયાનો શેર સડસડાટ વધીને 222 થઈ ગયો, હવે 13 બોનસ શેર આપશે

એક વર્ષમાં 40 રૂપિયાનો શેર સડસડાટ વધીને 222 થઈ ગયો, હવે 13 બોનસ શેર આપશે

સ્મોલકેપ કંપની વિની ઓવરસિઝ ના શેરમાં રોકાણકારો ધરખમ કમાણી કરી રહ્યા છે. બજારમાં હાલમાં ભારે કડાકો આવ્યો છે છતાં વિની ઓવરસિઝનો શેર વધતો જાય છે. આ શેર હવે તેની બાવન સપ્તાહની ટોચની નજીક છે. ટેક્સ્ટાઈલ સાથે સંકળાયેલી કંપની એકની સામે 13 બોનસ શેર આપવાની છે તથા સ્ટોકને 10 ભાગમાં સ્પ્લિટ પણ કરવા જઈ રહી છે. આ એક મલ્ટિબેગર શેર છે અને એક્સપર્ટનું કહેવું છે કે તેમાં રોકાણની તક ચુકવી ન જોઈએ.

વિની ઓવરસિઝન ના શેરમાં આજે 2.35 ટકાનો વધારો આવ્યો હતો અને શેર 222 પર બંધ આવ્યો હતો જે તેની આજની ટોચ છે. વિની ઓવરસિઝનની 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 32 છે જ્યારે બાવન અઠવાડિયાનો ટોચનો ભાવ રૂ. 229 છે. આ કંપની 223.38 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે.

એક મહિનામાં શેર 58 ટકા વધ્યો
છેલ્લા એક મહિનામાં વિની ઓવરસિઝન લિમિટેડના શેરમાં 58 ટકાનો વધારો થયો છે જ્યારે છેલ્લા છ મહિનામાં આ શેર 404 ટકા વધ્યો છે. છ મહિના અગાઉ વિની ઓવરસિઝના શેરનો ભાવ 44 રૂપિયા પર ચાલતો હતો જે હવે વધીને 222 સુધી પહોંચ્યો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ શેર 50 ટકા વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 510 ટકા વધ્યો છે. એક વર્ષ અગાઉ શેરનો ભાવ 36 રૂપિયા હતો. તાજેતરમાં આ શેરમાં અપર સર્કિટ પણ જોવા મળી હતી.

હવે બોનસ શેર ઈશ્યૂ કરશે
વિની ઓવરસિઝ એક સ્મોલકેપ કંપની છે અને એક વર્ષના ગાળામાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. કંપનીના બોર્ડે તાજેતરમાં જ 13:10ના રેશિયોમાં બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ (Stock Split)ની જાહેરાત કરી છે. આ ઉપરાંત શેરને 10 ભાગમાં સ્પ્લિટ કરવામાં આવશે. આ કંપની કાપડના સેક્ટર સાથે સંકળાયેલી છે. આ કંપનીના શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. પરંતુ તેને 10 શેરમાં સ્પ્લિટ કરવાના કારણે ફેસ વેલ્યૂ એક રૂપિયા થઈ જશે. આ ઉપરાંત તે 13 બોનસ શેર આપશે. એટલે કે હાલના રોકાણકારો તેમની પાસેના દર 10 શેરની સામે 13 બોનસ શેર મેળવશે.

Vinny Overseas વિશે
વિની ઓવરસિઝ 223.38 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે અને તે ટેક્સ્ટાઈલ પ્રોડક્ટના ઉત્પાદન તથા નિકાસ સાથે સંકળાયેલી છે. તે ડ્રેસ, કુર્તી અને શર્ટિંગ માટે કોટન અને રેયોન ફેબ્રિક્સ સપ્લાય કરે છે. તે સમગ્ર વિશ્વમાં ક્લાયન્ટ ધરાવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *