Vinayak Chaturthi : આજે વિનાયક ચતુર્થી, આ 5 ઉપાયોથી મળશે ગણેશજીની કૃપા અટકેલા કામ પૂરા થશે..

Vinayak Chaturthi : આજે વિનાયક ચતુર્થી, આ 5 ઉપાયોથી મળશે ગણેશજીની કૃપા અટકેલા કામ પૂરા થશે..

Vinayak Chaturthi : પંચાગ અનુસાર આજે માર્ગશીર્ષ શુક્લ પંચમી છે. આવી સ્થિતિમાં આજે વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક… પંચાગ અનુસાર આજે માર્ગશીર્ષ શુક્લ પંચમી છે. આવી સ્થિતિમાં આજે વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. આ દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. સાથે જ ભગવાન ગણેશને કરવામાં આવેલી પ્રાર્થના સ્વીકારવામાં આવે છે. જાણો વિનાયક ચતુર્થી માટેના 5 ઉપાય.

Vinayak Chaturthiના 5 ઉપાય

મંત્ર

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

ભગવાન ગણેશનો આ મંત્ર ખાસ છે, કારણ કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આ મંત્રને બોલવામાં આવે છે. ભગવાન ગણેશજીના આ મંત્રનો જાપ કરવાથી કામમાં સફળતા મળે છે.

આ પણ વાંચો : Jyotish Shastra : શનિવારે કરેલા આ 5 મહા ઉપાયથી શનિદેવ થાય છે પ્રસન્ન, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

 ૐ ગં ગણપતયે નમઃ

Vinayak Chaturthi  : ગણેશજીને પ્રસન્ન કરવા માટે પણ આ મંત્રનો જાપ કરવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી કાર્યમાં સફળતા મળે છે.

 પ્રસાદ

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે મોદક ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત બુંદીના લાડુ પણ ગણપતિને પ્રિય છે. આ ઉપરાંત ગજાનનને પ્રસન્ન કરવા માટે તલ અને ગોળના પણ લાડુ ધરાવવામાં આવે છે.

આરતી

Vinayak Chaturthi  : ગૌરી પુત્ર ગણેશને પ્રસન્ન કરવા માટે તમે ‘જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા…’ આરતી કરી શકો છો. આ સિવાય તમે ઈચ્છો તો ‘દુઃખહર્તા, સુખકર્તા વાર્તા વિઘ્નાચી…’ આરતી પણ કરી શકો છો.

 ગણપતિને શું ચઢાવવું અને શું ન ચઢાવવું

Vinayak Chaturthi  : ભગવાન ગણેશને દુર્વા (ડબ) ખૂબ પસંદ છે, કારણ કે તે પવિત્ર હોય છે. તેથી ભગવાન ગણેશને 11 કે 21 દુર્વા અર્પિત કરો. આ ઉપરાંત બેલપત્ર અને શમીના પાન પણ ગજાનનને અર્પણ કરી શકાય છે. ભગવાન ગણેશને તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી. આવી સ્થિતિમાં ભગવાન ગણેશની પૂજામાં તેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

more article : Ram mandir : રામ મંદિરમાં ભગવાન રામની જોડે હવે થશે આમના દર્શન, પહેલા માળે થશે સ્થાપન….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *