villages : ગુજરાતના આ 3 ગામોમાં ‘કુબેર’ પોતે રહે છે! ગામમાં બધા છે કરોડપતિ, વિદેશોમાં છે બંગલા
ગામડું આ શબ્દ સાંભળતા જ ધૂળવાળા રસ્તા ગોબરવાળી ભેંસો,બાધેલી ગાયો અને છાપરાવાળા અને લીપણ વાળા ઘર યાદ આવે.ખાવા બનાવતા ચૂલાને ફૂંક મારતા એ ડોસીમાં યાદ આવે.પણ ભાઈ આ તો 21મી સદી છે અને અમે તમને જે ગામ બતાવીશુ ત્યાં ધૂળવાળા રસ્તા નહી RCCના રોડ દેખાશ.છાપરા કે લીપણ વાળા ઘરો નહીં પણ જો મળશે ગાર્ડનવાળા બંગ્લોઝ.જી,હા અમે આજે તમને ગુજરાતાના બે villages વિશે વાત કરીશું તે ગામના બધા લોકો કરોડ પતિ છે અને તે કેમ છે તેની પણ મેળવીશું જાણકારી.
ગુજરાતના એવા ગામ છે કે ત્યાં દરેક લોકો કરોપતિ છે-
ગુજરાતના કચ્છમાં ભૂજ પાસે બળદિયા ગામ આવેલુ છે. આ ગામના લોકોના બેંક ખાતામાં અરબો રૂપિયા જમા થયેલા છે. આ ગામમાં કોઇ ગરીબ નથી બધા કરોડપતિ છે. ગુજરાતનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે.આ ગામમાં મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. બળદિયા એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે,જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે.
ગુજરાતનું બીજુ કરોડપતિ ગામ માધાપર-
માધાપર કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે, જ્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
માધાપર ગામમાં લગભગ 2 હજાર લોકોની છે, છેલ્લા થોડા સમયમાં તો ગામમાં લીલોતરી વધી છે અને નવા તળાવો, ચેક ડેમ્સ, અને બોરવેલ પણ બન્યા છે જેનાથી ગામને આખું વર્ષ પીવાનું પાણી મળી રહે છે. આ ગામમાં હેલ્થ સેન્ટર, બાળકોને રમવા માટેના બગીચા અને મંદિરો પણ આવેલા છે. ઓછી વસ્તી ધરાવતું હોવા છતા આ ગામમાં 15 બેન્ક્સ છે.
બેંકોમાં 5000 કરોડથી વધુ રૂપિયા જમા:
વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના માધાપર ગામની, જે વિશ્વનું સૌથી અમીર ગામ કહેવાય છે. અહીંની વસ્તી લગભગ 92,000 છે અને અહીં લગભગ 7600 ઘર છે. અહીંના લોકો પાસે એટલા પૈસા છે કે ગામમાં જ 17 બેંકો ખોલવી પડી, જ્યાં ગ્રામજનો દ્વારા 5000 કરોડથી વધુ રૂપિયા જમા છે.
આ રીતે ગામ સમૃદ્ધ બન્યું:
માધાપરના મોટાભાગના ઘરના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. અહીંના લોકો અમેરિકા, બ્રિટન, કેનેડા, આફ્રિકા અને ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે. પરંતુ આ લોકોએ ક્યારેય પોતાના ગામની ચિંતા કરવાનું બંધ કર્યું નથી. વિદેશમાં સ્થાયી થયેલા લોકોએ ખૂબ પૈસા કમાયા અને તેમના પરિવાર અને ગામને સમૃદ્ધ બનાવ્યું. આ ઉપરાંત તેઓ ગામના વિકાસ માટે માત્ર પૈસા જ નથી મોકલતા, પરંતુ ગામના વિકાસની જવાબદારી પણ લે છે.
આ લોકોએ વસાવ્યું છે ગામ:
આ ગામ 12મી સદીમાં કચ્છના મિસ્ત્રી સમુદાય દ્વારા સ્થાપિત 18 villagesમાંથી એક છે. આ મિસ્ત્રીઓએ ગુજરાતની મહત્વના મંદિરો અને ઈમારતો બંધાવી હતી. આ પછી, ધીમે ધીમે વિવિધ સમુદાયના લોકો અહીં સ્થાયી થવા લાગ્યા. આજે આ ગામ ગુજરાતની સભ્યતાનો મહત્વનો ભાગ છે. શાળા, કોલેજ, બેંક જેવી તમામ સુવિધાઓ અહીં હાજર છે. અહીંના લોકોની જીવનશૈલી શહેરના લોકો કરતા ઘણી સારી છે.
ગુજરાતનું ત્રીજુ કરોડપતિ ગામ છે કુકરવાડા-
ત્રીજુ એક ગામ છે કુકરવાડા કે જ્યાના લોકો કરોડપતિ છે.ગામમાં મોટાભાગના ઘરોમાંથી એક વ્યક્તિ વિદેશમા છે.આ ગામના સૌથી વધુ લોકો અમેરિકા અને કેનેડા જાય છે.