village : મહીસાગરના સલીયાવડી ગામમાં દીકરીના જન્મ પર અપાશે રૂ. 2100ની ભેટ, કોઇના મૃત્યુ પર યાદગીરી માટે કરાશે 11 વૃક્ષોનું વાવેતર
આજના જમાનામાં અનેક વ્યક્તિઓ દીકરીના જન્મથી નારાજ થતાં હોય છે. જોકે મહીસાગર જિલ્લાના બાલાસિનોરની સલીયાવડી ગ્રામપંચાયતની સરાહનિય કામગીરી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સલીયાવડી પંચાયતનો અનોખો ઠરાવ પસાર કઆર્યો છે. જે મુજબ villageમાં દિકરીનો જન્મ થતાં સરપંચ તરફથી પરિવારને 2100 રૂપિયાની ભેટ અપાશે. આ સાથે દિકરીના જન્મને લઇ ગામમાં 51 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો છે.
મહીસાગરના બાલાસિનોરની સલીયાવડી પંચાયતે એક અનોખો અને સરાહનિય ઠરાવ કર્યો છે. સલીયાવડી ગ્રામપંચાયત દ્વારા ગાંધીજયંતિથી લાગુ કરાયેલ આ ઠરાવની ચારેકોર ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો : Suratમાં 7 લોકોના મોત કેસમાં મોટો વળાંક : મનીષ સોલંકી તાંત્રિકના આશીર્વાદ લેતો વીડિયો આવ્યો સામે..
જે મુજબ villageમાં દિકરીનો જન્મ થતાં સરપંચ તરફથી પરિવારને 2100 રૂપિયાની ભેટ અપાશે. આ સાથે દિકરીના જન્મને લઇ ગામમાં 51 વૃક્ષો વાવવાનો અને ગામમાં કોઇનું મૃત્યુ થાય તો 11 વૃક્ષો યાદગીરી માટે વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
દિકરીનો જન્મ થતાં સરપંચે આપી જન્મોત્સવ ભેટ
બાલાસિનોરના સલીયાવડી village એક પરિવારના ઘરે દીકરીનો જન્મ થયો છે. જેને લઈ હવે સલીયાવડી ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરી સરપંચ રાહુલસિંહ ઝાલા અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઘરે જઈ પરિવારેને 2100 રૂપિયા આપ્યા હતા.
આ સાથે ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ હવે villageમાં કોઈ કુટુંબમાં દીકરીનો જન્મ થશે તો 51 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેથી હવે ગામમાં દીકરીનો જન્મ થતા ગ્રામ પંચાયત ના સરપંચ તરફથી 2100 રૂપિયા ભેટ આપવામા આવી તેની સામે તેના જન્મ દિવસે 51 વૃક્ષ વાવવામાં આવ્યા હતા.
more article : villages : ગુજરાતના આ 3 ગામોમાં ‘કુબેર’ પોતે રહે છે! ગામમાં બધા છે કરોડપતિ, વિદેશોમાં છે બંગલા