Vikram Samvat : ગુજરાતીઓના નવા વર્ષ વિક્રમ સંવતની કેવી રીતે થઈ શરૂઆત ? જાણો ઈતિહાસ અને શુભ મુહૂર્ત

Vikram Samvat : ગુજરાતીઓના નવા વર્ષ વિક્રમ સંવતની કેવી રીતે થઈ શરૂઆત ? જાણો ઈતિહાસ અને શુભ મુહૂર્ત

દિવાળીના પછીના દિવસથી ગુજરાતીઓના નવા વર્ષની શરુઆત થાય છે. ગુજરાતીઓના વર્ષને Vikram Samvat તરીકે ઓળખવામાં આવે છે. કારતક સુદ એકમથી ગુજરાતીઓનું નવું વર્ષ શરુ થાય છે. હાલ વિક્રમ સંવત 2079 ચાલી રહ્યું છે, જે 14મી નવેમ્બર 2023ના દિવસે બદલાઈને 2080 થશે. ગુજરાતીઓ આ દિવસને બેસતા વર્ષથી ઓળખે છે અને સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. સાલ મુબારક કહીને સૌનો સંબોધે છે અને પોતાના વડીલોના આશિર્વાદ પ્રાપ્ત કરે છે.

Vikram Samvat
Vikram Samvat

ક્યારથી શરુ થશે Vikram Samvat 2080?

આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ છે પછીના દિવસે પડતર દિવસ હોવાથી આ વર્ષે બેસતુ વર્ષ 14 નવેમ્બર 2023ના રોજ શરુ થશે એટલે કે Vikram Samvat 2080 24 નવેમ્બરથી શરુ થશે.

આ પણ વાંચો : Shree Ram : ભગવાન રામનું નામકરણ કોણે કર્યું હતું, જાણો શ્રી રામની જન્મ કથા વિશે…

કેવી રીતે Vikram Samvat નામ પડ્યું?

એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યના નામ પરથી Vikram Samvat ઓળખાય છે. રાજા વિક્રમાદિત્યે શક(હજાર) રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો અને તેમના માનમાં ઈ.સ પૂર્વે છપ્પનમાં વિક્રમ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત થયું હતું.

Vikram Samvat
Vikram Samvat

બેસતા વર્ષે પેઢી-ધંધો ખોલવાના શુભ મુહૂર્ત

બેસતા વર્ષના દિવસે સવારના 9.36થી બપોરના 1.46 સુધી પેઢી ખોલવાનું શ્રેષ્ઠ ચોઘડિયું છે.

more article : Diwali પર માતા લક્ષ્મી સાથે નથી કરવામાં આવતી ભગવાન વિષ્ણુની પૂજા, જાણો શું છે તેના પાછળનું કારણ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *