VASTU TIPS : આ 2 વસ્તુથી ઘરની આ જગ્યાએ બનાવો સાથિયો, મળવા લાગશે શુભ પરિણામ
VASTU TIPS : શાસ્ત્રો અનુસાર ઘરમાં સ્વસ્તિક બનાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. સાથિયાને યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં બનાવવામાં આવે તો તેનાથી તુરંત શુભ ફળ મળે છે.
VASTU TIPS : સનાતન ધર્મમાં સ્વસ્તિક ચિન્હને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે કોઈપણ શુભ કામ કરવાની શરુઆત સ્વસ્તિક ચિન્હ બનાવીને જ થાય છે. સ્વસ્તિક એક શુભ પ્રતિક છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં સ્વસ્તિક બનાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. સાથિયાને યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં બનાવવામાં આવે તો તેનાથી તુરંત શુભ ફળ મળે છે.
VASTU TIPS : ઘરમાં સ્વસ્તિક સકારાત્મક ઊર્જા વધારે છે. તેનાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધર્મમાં સ્વસ્તિકને મંગળમયી માનવામાં આવ્યું છે. ઘરમાં સ્વસ્તિક બનાવેલું હોય તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. કોઈપણ શુભ કાર્ય સારી રીતે સંપન્ન થાય છે.
VASTU TIPS : સ્વસ્તિક ઘરમાં સૌભાગ્ય આકર્ષિત કરે છે. ઋગ્વેદમાં સ્વસ્તિકને સૂર્યનું પ્રતિક માનવામાં આવ્યું છે. માન્યતા છે કે તેની ચાર ભુજા ચાર દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો : Jyotish Shashtra : તમારી હથેળીમાં હશે આ રેખાઓ તો તમને કરોડપતિ બનતાં કોઈ નહીં રોકી શકે, ચેક કરી લેજો
ઘરમાં કઈ જગ્યાએ કરવો સાથિયો ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાથિયો ઘરની ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન કોણ કહેવાય છે ત્યાં કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને જીવનમાં સકારાત્મક પરિણામ મળે છે. સાથિયો ઉત્તર દિશામાં પણ કરી શકાય છે. આ સિવાય ઘરના મંદિરની સાથે ઘરના મુખ્ય દ્વાર પર પણ સ્વસ્તિક કરવો જોઈએ. તેનાથી વાસ્તુદોષથી મુક્તિ મળે છે.
કઈ વસ્તુઓથી બનાવવો સાથિયો ?
કહેવાય છે કે ઘરમાં સ્વસ્તિક બનાવવા માટે હળદર અને સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઘરમા અષ્ટધાતુ અથવા તો તાંબાથી બનેલો સાથિયો પણ રાખી શકાય છે. તેનાથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
more article : Bilnath Mahadev : ગુજરાતનું એવું સ્થળ જ્યાં શ્રીકૃષ્ણએ કરી હતી બિલનાથ મહાદેવની પહેલી પૂજા, નંદિએ ભગાડ્યો હતો ગઝનીને