Vastu Tips : પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ અને ખુશીમાં વધારો કરે છે આ સરળ વાસ્તુ ટિપ્સ, જાણો
Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું ઘણું મહત્વ છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે. જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે.
Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું ઘણું મહત્વ છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે. જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ, વિશ્વાસ અને આદર પર આધારિત છે. આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો.
લગ્ન જીવન માટે વાસ્તુ ટિપ્સ
Vastu Tips : પતિ-પત્નીનો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. આ દિશાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે. આ સિવાય બેડનું ખાસ ધ્યાન રાખો. પલંગ લોખંડ કે અન્ય કોઈ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા લાકડાના પલંગનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી લગ્ન જીવન સારું રહે છે.
Vastu Tips : વાસ્તુ અનુસાર પતિ-પત્નીએ બેડરૂમમાં ફૂલનો શણગાર કરી રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. પતિ-પત્ની બંનેએ સાથે મળીને આ આ ફૂલદાનીનું ધ્યાન રાખવું જોઈએ. તેની સફાઈ કરવાથી વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં અંતર વધે છે. જો અરીસો હોય તો પણ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમે તેને સીધું ન જુઓ.
આ પણ વાંચો : WEATHER : ભારે કરી ! એકબાજુ હીટવેવની આગાહી તો બીજી બાજુ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, સાચવીને રહેજો
પતિ-પત્ની જે પલંગનો ઉપયોગ સૂવા માટે કરે છે તેમાં હંમેશા એક જ ગાદલું હોવું જોઈએ. જો બેડ ડબલ બેડ હોય તો ડબલ બેડનું ગાદલું રાખો. એવું માનવામાં આવે છે કે બે ગાદલાવાળા પલંગ પર સૂવાથી પતિ-પત્ની વચ્ચે અંતર સર્જાય છે.
Vastu Tips : બેડરૂમ રૂમની દિવાલો હંમેશા હળવા રંગમાં રંગવી જોઈએ. નવા યુગલોએ રૂમમાં સારી લાઇટિંગ રાખવી જોઈએ. રૂમને હંમેશા સુગંધિત રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.જે રૂમમાં પરિણીત યુગલો સૂતા હોય છે તે રૂમમાં મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ. મીઠુ નાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. બેડરૂમમાં ક્યારેય જાળાંને એકઠા ન થવા દો કારણ કે તે નકારાત્મકતા લાવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. આનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થાય છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે.