Vastu Tips : આ છોડ લગાવતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ઘરમાં વધી જશે ગૃહકંકાસ

Vastu Tips :  આ છોડ લગાવતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ઘરમાં વધી જશે ગૃહકંકાસ

Vastu Tips : ઘરને સુંદર બનાવવા માટે આપણે આપણા રૂમમાં છોડ લગાવીએ છીએ. વાસ્તુ વિશે જાણ્યા વગર અમુક વસ્તુઓ ઘરમાં લાવીને મુકવાથી ભારે નુકસાન પહોંચી શકે છે. આવો જાણીએ વાસ્તુ અનુસાર ઘરમાં છોડ લગાવતા પહેલા કેટલી વાતાનું ધ્યાન રાખવું જરૂરી?
ઘરમાં ડેકોરેશન માટે લગાવવામાં આવતા છોડનું કનેક્શન ઘરના વાસ્તુ સાથે પણ છે. આજકાલ લોકો પોતાના રૂમોમાં પણ છોડ લગાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની અંદર રૂમમાં કોઈ પણ પ્રકારના છોડ લગાવવા યોગ્ય નથી.

છોડ લગાવતા પહેલા વાસ્તુના આ નિયમોનું રાખો ધ્યાન

Vastu Tips : ઘરની અંદર રૂમમાં કોઈ પણ પ્રકારના છોડ લગાવવા વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું. લોકો મોટાભાગે ઘરની અંદર બેડરૂમ, ડ્રોઈંગરૂમ, સેન્ટ્રલ હોલ અને સીડિઓ પર વાંસ લગાવે છે. પરંતુ તેને વાસ્તુની દ્રષ્ટિથી તેને શુભ નથી માનવામાં આવતું અને આ નેગેટિવિટિને આમંત્રિત કરે છે. આ છોડને ઘરની બહાર ગાર્ડનમાં લગાવવા જ યોગ્ય છે.

આ પણ વાંચો : LIC : LICએ તેના 1.10 લાખ કર્મચારીઓને આપી હોળીની મોટી ભેટ, વેતનમાં કર્યો 16 ટકાનો બમ્પર વધારો, એરિયર્સ પણ મળશે..

ઘરના રૂમોમાં સજાવટ માટે પ્લાસ્ટિક અને ફાઈબરના છોડ રાખવાથી બધી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવી જાય છે. જે ક્લેશનું કારણ બની શકે છે. જેના કારણે પરિવારના સદસ્યોમાં સુખ-શાંતિ નથી રહેતી.

Vastu Tips : ત્યાં જ વાસ્તુ અનુસાર ઘરમાં કાંટા વાળા છોડ સ્નેક પ્લાન્ટ ન લગાવવા જોઈએ. આ છોડ ઘરમાં લગાવવાથી ક્લેશ થાય છે અને પરિવાર પર ખરાબ પ્રભાવ પડે છે.

વરસે છે માતા લક્ષ્મીની કૃપા

Vastu Tips : જો તમને ઘરમાં શુભફળ આપનાર છોડ લગાવવા જ છે તો તુલસીનો છોડ ઈશાન કોણની દિશામાં લગાવો. શમીનો છોડ દક્ષિણ દિશામાં અને માતા લક્ષ્મીની અસમી કૃપા મેળવવા માટે લાલ જાસુદનો છોડ ઘરમાં લગાવો. આ છોડને ઘરના ગાર્ડનમાં લગાવવાથી ધન-સંપત્તીમાં વધારો થશે.

more article  : Health Tips : તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? તો કરો આ પાંચ કામ, આવશે ઘસઘસાટ ઊંઘ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *