Vastu Shastra : ઘરે લાવવું છે ફિશ એક્વેરિયમ? તો પહેલા જાણી લેજો આ વાસ્તુ નિયમ, વધશે ધન-સંપત્તિ

Vastu Shastra :  ઘરે લાવવું છે ફિશ એક્વેરિયમ? તો પહેલા જાણી લેજો આ વાસ્તુ નિયમ, વધશે ધન-સંપત્તિ
Vastu Shastra માં ફિશ એક્વેરિયમને ઘરમાં રાખવું અત્યંત શુભ મનવામં આવ્યું છે. પરંતુ જો તમને એક્વેરિયમ રાખવાના નિયમ અને જગ્યા નથી ખબર તો આ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. ઘરની બધી વસ્તુઓ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ન રાખવામાં આવી હોય તો તેનું જીવન પર ઉંડો પ્રભાવ થાય છે. આ વસ્તુઓમાં એક છે ફિશ એક્વેરિયમ, જેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલી સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી નકારાત્મક ઉર્જાને બહાર કાઢવામાં સક્ષમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ફિશ એક્વેરિયમને રાખવાની યોગ્ય દિશા કઈ છે? જાણો ફિશ એક્વેરિયમના વાસ્તુ નિયમો વિશે.

એક્વેરિયમમાં કેટલી હોવી જોઈએ ફિશ?

Vastu Shastra ફિશ એક્વેરિયમમાં વધારે કે ઓછી માછલીઓ ન રાખો. વાસ્તુ અનુસાર એક્વેરિયમમાં 9 માછલીઓ રાખવી સૌથી શુભ માનવામાં આવે છે જેમાં 8 નારંગી અને એક કાળી માછલી રાખવી જોઈએ.

આ પણ વાંચો : Bank of Baroda : માતા અને પત્નીના નામે ખોલો ખાતું! 25 લાખ હંમેશા ખાતામા પડ્યા જ રહેશે, બેંક ઓફ બરોડાએ શરૂ કરી નવી સેવા…

કઈ દિશામાં રાખવું જોઈએ એક્વેરિયમ?

Vastu Shastraફિશ એક્વેરિયમ રાખવાની સૌથી સારી જગ્યા ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં શાંતિ બની રહે છે અને સ્ટ્રેસની સ્થિતિ ખતમ થઈ જાય છે.

માછલી પાળવી છે ખૂબ જ શુભ

Vastu Shastra અનુસાર જે વ્યક્તિ ઘરમાં માછલી પાળે છે તેના જીવનમાં સકારાત્મકતા વધે છે અને સફળતા પ્રાપ્ત થાય છે. સૌભાગ્યની પ્રાપ્તી માટે તમે પણ પોતાના ઘરમાં ફિશ એક્વેરિયમ રાખી શકો છો.

આ બે જગ્યાઓ પર ન રાખો ફિશ એક્વેરિયમ

Vastu Shastra અનુસાર ફિશ એક્વેરિયમ ભુલથી પણ કિચનમાં ન રાખો. તેના ઉપરાંત તમે તેને બેડરૂમમાં પણ ન રાખો. જો તમે આ જગ્યાઓ પર એક્વેરિયમ રાખો છો તો તેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

આ દિશાઓમાં ન રાખો એક્વેરિયમ

Vastu Shastraઅનુસાર ઘરની દક્ષિણ દિશામાં એક્વેરિયમ ન રાખવું જોઈએ. તેનાથી તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે. માટે ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ એક્વેરિયમ ન રાખો.

more article : Holi ના દિવસે કરી લો આમાંથી કોઈ એક ઉપાય, ઘરમાં ધન-સમૃદ્ધિ વધશે અને રોગ-દુઃખોથી મળશે મુક્તિ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *