Vastu Shashtra : સુતા સમયે કઈ દિશામાં રાખવા પગ? જાણી લો વાસ્તુ નિયમ

Vastu Shashtra : સુતા સમયે કઈ દિશામાં રાખવા પગ? જાણી લો વાસ્તુ નિયમ

Vastu Shashtra : દરેક વ્યક્તિને આરામ કરવા માટે ઊંઘવાની જરૂર પડે છે. દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ પૂરી કરવી પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં સુવાની રીત વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જેનું ધ્યાન રાખવાથી વ્યક્તિ ઘણી સમસ્યામાંથી બચી શકે છે.

Vastu Shashtraમાં જણાવ્યા અનુસાર, સુતા સમયે વ્યક્તિના પગ અને માથુ કઇ દિશા હોવું જોઇએ, એ વિશે જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા નિયમો વિશે જાણીશું.

આ દિશામાં ઊંઘશો નહીં

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે ક્યારેય પણ પૂર્વ દિશામાં પગ ન રાખવા જોઈએ. આવું કરવું બિલકુલ સારું માનવામાં આવતું નથી. જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, આ દિશામાં દેવતાઓનો વાસ હોય છે, તેથી શાસ્ત્રો અનુસાર, આ દિશામાં પગ રાખીને સૂવું યોગ્ય નથી માનવામાં આવતું.

Vastu Shashtra
Vastu Shashtra

આ દિશાનું ખાસ ધ્યાન રાખવું 

દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે, તેથી ક્યારેય પણ આ દિશામાં પગ રાખીને ન સૂવું જોઈએ. આમ કરવાથી તમારે યમરાજની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, જો વ્યક્તિ આ દિશામાં પગ રાખીને સૂવે છે, તો મંગળ દોષનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : Maha Shivratri : મહાશિવરાત્રિ ક્યારે છે? જાણો તારીખ, મહત્વ અને પૂજાવિધિ…

ઊંઘની સાચી દિશા કઈ છે? 

સૂતી વખતે તમારે તમારા પગ પશ્ચિમ દિશામાં રાખીને સૂવું જોઈએ, કારણ કે આ દરમિયાન તમારું માથું પૂર્વ દિશામાં રહેશે. આ દિશામાંથી સૂર્યોદય થાય છે, આવી સ્થિતિમાં પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે. આ સાથે પગ ઉત્તર દિશા તરફ મુખ રાખીને સૂવું પણ ફાયદાકારક માનવામાં આવે છે.

 

Vastu Shashtra
Vastu Shashtra

આ વાતોનું પણ ધ્યાન રાખો

સૂતી વખતે ધ્યાન રાખો કે તમારો પલંગ ક્યાંય પણ તૂટલો ન જોઈએ. પલંગ સિવાય ખુરશી કે સોફા પર સૂવું પણ યોગ્ય નથી માનવામાં આવતું. સૂતા પહેલા પથારી પર બેસીને ભોજન કરવું પણ અયોગ્ય માનવામાં આવે છે.

more article : Maha Shivratri : મહાશિવરાત્રિ ક્યારે છે? જાણો તારીખ, મહત્વ અને પૂજાવિધિ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *