વાની માં અને મેની માં મદાવા ગામે સાક્ષાત બિરાજમાન છે, અહીંયા માનતા રાખવાથી મૂંગા લોકો પણ બોલતા થઇ જાય છે.
આપણા ગુજરાતને પવિત્ર ધરતી માનવામાં આવે છે તેથી જ આપણા સૌરાષ્ટ્રમાં ઘણા એવા સાધુ સંતો થઇ ગયા, જ્યાં સાધુ સંતોએ આ ધરતીને પાવન કરી છે. આપણા ગુજરાતના ખૂણે ખૂણે ઘણા એવા પવિત્ર અને ચમત્કારિક સ્થાનકો આવેલા છે.
આજે એક એવા જ પવિત્ર સ્થાનક વિષે જાણીએ જ્યાં માતાજીના દર્શન માત્રથી જ મૂંગા લોકો પણ બોલતા થઇ જાય છે.આ મંદિરમાં માં વાની માં અને મેની માં હાજરા હજુર બિરાજમાન છે, માતાજીનું આ ચમત્કારિક મંદિર જસદણ તાલુકાનું મદાવા ગામમાં આવેલું છે.
અહીંયા મંદિરમાં દર્શને ઘણી મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી અહીંયા આવે છે અને માતાજીના દર્શન કરીને આશીર્વાદ પણ લે છે. માતાજીના આશીર્વાદથી જે બાળકો કે લોકો મૂંગા હોય તે પણ બોલતા થઇ જાય છે.
આ સાથે માતાજીની માનતા લેવાથી જે લોકોને પગમાં વાઢિયા પડે છે તે પણ માતાજીના આશીર્વાદથી મટી જાય છે. તેની સાથે સાથે જે લોકોને ધાધર, ખરજવું, ઢીંચણનો દુખાવો, ગુમડુ, એસીડીટી, જે લોકો બહેરા હોય, કોઈની સગાઈ ના થતી હોય, જે દંપતી નિઃસંતાન હોય, તે બધા જ લોકો અહીંયા માતાજી પર શ્રદ્ધા રાખે છે તો તેમના કામ પુરા થાય છે.
આવી જ રીતે માં તેમના તમામ ભક્તોના કામ પુરે કરે છે, જે ભક્તોને માતાજી પર અતૂટ શ્રદ્ધા હોય છે એ બધા જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આમ માં તેમના દ્વારે દર્શને આવતા ભક્તોને કોઈ દિવસે ખાલી હાથે પાછા નથી જવા દેતા. આમ માં અહીંયા ભક્તોના પરચા પૂરતા જ રહે છે.