વજન ઉતારવું છે તો ફટાફટ કરો આ વસ્તુનું સેવન, જાણી લો આ વસ્તુ વિશે…

વજન ઉતારવું છે તો ફટાફટ કરો આ વસ્તુનું સેવન, જાણી લો આ વસ્તુ વિશે…

જ્યારે વજન ઘટાડવાની અથવા તો ચરબી ઓછી કરવાની વાત આવે છે ત્યારે એક માત્ર એવું ફળ છે કે જેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. લીંબુમાં વિટામીન સી અને સીટ્રીક એસિડની માત્રા વધારે હોય છે જે આપણી ત્વચા તેમજ પાચન સંબંધી ઘણી સમસ્યાઓ માટે લાભદાયી સાબિત થાય છે.છેલ્લા દિવસોમાં લોકડાઉનના કારણે લોકોની દિનચર્યા પૂર્ણ રીતેથી અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે. લોકો સાચી રીતથી વ્યાયામ કરી શકતા નથી. સાથે જ સતત ઘરમાં રહેવાને કારણે વધારે તળેલુ-શેકેલુ ખાવાથી અથવા ફરી બેસી રહેવાને કારણે વજન વધવાની સમસ્યા પણ થઈ ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે, અમારી રસોઈમાં સરળતાથી મળનાર ડુંગળી વજન ઓછુ કરવામા તમારી મદદ કરી શકે છે. ડુંગળીમાં ક્વેરસેટિન નામનુ ફ્લેવોનોઈડ હોય છે. જેનાથી શરીરના વિવિધ ભાગમાં જા થયેલી ચરબીને ઓછી કરવામાં મદદ મળે છે.

આ તમારી પાચનક્રિયાને પણ સારી કરે છે. તો ચાલો જાણીએ કે, કેવી રીતથી ડુંગળીનુ સેવન કરી તમે તમારુ વજન ઓછુ કરી શકો છો.સલાડ તરીકે કરો સેવન.કાચી ડુંગળી પેટની ચરબી ઘટાડવામાં બરાબર છે. હા કાચી ડુંગળી ખાવાથી મોઢાંમાથી દુર્ગંધ આવવાની સમસ્યા તો રહે છે, પરંતુ વજન ઓછું કરવા માટે તમે લીંબુ મીઠું ઉમેરીને કાચી ડુંગળીના ટુકડા ખાઈ શકો છો. આ રોજિંદા કચુંબર તરીકે પણ ખાઈ શકાય છે. મોટાભાગના ઘરોમાં પણ આ રીતે ડુંગળીનું સેવન કરવામાં આવે છે.ડુંગળીનો રસ બનાવો.તમે ઈચ્છો તો ડુંગળીનો રસ પણ લઈ શકો છો. તે માટે 2 ડુંગળીને ઉકાળી ઠંડી કર્યા બાદ મિક્સમાં નાખી પીસી લો.ત્યારબાદ તેને ગાળી તેના રસને અલગ કરી દો. સ્વાદને સારો કરવા માટે તેમાં થોડુ મીઠુ અને લીંબુ પણ મિક્સ કરી શકો છો. જેથી તમારે પીવામાં સરળતા રહે. ડુંગળીનુ સેવન કરતા સમયે ધ્યાનમાં રાખો કે, ખાલી પેટ કાચી ડુંગળીનુ સેવન ન કરો.

સૂપ બનાવો.તમે ડુંગળી અને શાકભાજીનુ સૂપ બનાવીને પણ તેનુ સેવન કરી શકો છો. આ સ્વાદિષ્ટ તો લાગે જ છે, પણ તેની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારુ રહે છે. સૂપ બનાવવા માટે 4 થી 5 ડુંગળી અને શાકભાજીને મોટા-મોટા ટુકડામાં કાપી લો. એક પેનમાં ઓલિવ ઓયલ ગરમ કરો અને બાદમાં તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખી થોડી સમય માટે પકાવો. ત્યારબાદ તેમાં બધા શાકભાજી નાખી ફરજીયાત પાણી નાખો.

જ્યારે આ સારી રીતે મિક્સ કરી પાકી જાય તો, હર્બ્સ અને મરી, નમક વગેરે નાખી ગરમ-ગરમ સર્વ કરો.આ સિવાય તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણા લોકોને નથી ખબર હોતી લીંબુના રસ કરતા તેની છાલમાં વધારે ગુણ હોય છે. લીંબુની છાલમાં દસ લીંબુના રસ જેટલા ગુણ હોય છે. પરંતુ વધારે પડતા લોકો લીંબુના રસને કાઢી તેની છાલને કચરામાં ફેંકી દેતા હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે લીંબુની છાલ વજન ઘટાદવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે.લીંબુની છાલનો ઉપયોગ કરવા હંમેશા એવા લીંબુ પસંદ કરો જેની છાલ જાડી હોય. હવે તમારે સૌપ્રથમ લીંબુને કાપતા પહેલા લીંબુની છાલને છીણીને તેનું છીણ બનાવી લેવાનું છે.

કારણ કે લીંબુની છાલમાં રહેલું ઓઈલ જ વજનને ઝડપથી ઘટાડવા માટે મદદરૂપ નીવડે છે. મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે લીંબુને છીણતી વખતે કે તેની ઉપર જે પીળા રંગની પરત છે તેને જ છીણવાની છે સફેદ રંગની પરત હોય તેને છીણવાની નથી.લીંબુની ઉપરની પીળી પરતનું છીણ બનાવ્યા બાદ લગભગ 250 ml પાણીને ગરમ કરો. પાણી ગરમ થઇ જાય ત્યારબાદ તેને કોઈ ગ્લાસમાં કાઢી લો. ત્યારબાદ તે પાણીમાં આપણે જે લીંબુનું છીણ બનાવ્યું છે તેને ઉમેરી દો.ત્યારબાદ તેને બે થી ત્રણ મિનીટ સુધી ઢાંકીને રાખી દો જેથી તે થોડું ઠંડુ થઇ જાય.ત્યારબાદ પાણી પી શકાય તેટલું ઠંડુ થઇ જાય ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દો અને ત્યારબાદ તેનું સવારે ખાલી પેટ સેવન કરો. સ્વાદ માટે તમે તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકો છો.વજન ઘટાડવા માટે સામાન્ય રીતે લીંબુ પાણી પીવાને બદલે જો આ રીતે લીંબુની છાલ વાળું પાણીનું સેવન રોજ સવારે ખાલી પેટ કરવામાં આવે તો તમને શરૂઆતના સાત દિવસમાં જ તમારા શરીરમાં તેની અસર જોવા મળશે. તમને પોતાને જ એવો અનુભવ થશે કે તમારું વજન અને ચરબી ખાસ કરીને પેટની ચરબી ઘટવા લાગ્યા છે.

મિત્રો માત્ર આ જ સમસ્યા નહિ પરંતુ અન્ય સમસ્યાઓમાં પણ લાભદાયી થશે.સલાડ ખાઓ.તમારે તમારા નિયમિત આહાર મા નિત્યપણે પૂરતા પ્રમાણ મા સલાડ નો ઉપયોગ કરવો. જયારે પણ ભૂખ લાગે ત્યારે વેફર ની જગ્યાએ સલાડ જેવા કે ગાજર, કાકડી, ફ્ગાવેલા મગ, ચણા નું સેવન કરવું જોઈએ.ભોજન લીધા બાદ ૧૫ મિનીટ માટે ટહેલવા ની ટેવ પાડો, બપોર ને સમયે આરોગવામા આવેલ ભોજન હોય કે પછી રાત્રી નુ ભોજન નિયમિત ભોજન લીધા બાદ ૧૫ થી ૨૦ મિનીટ માટે ચાલવાની ટેવ પાડો. ઘર હોય કે પછી ઓફિસ, આપણે જ્યાં પણ જમ્યા હોઈએ ત્યારબાદ આપળી આજુ બાજુ જો કોઈ પાર્ક હોય તો ત્યાં સુધી ચાલવા જવું અને ત્યાં પણ ચાલવું.

ભોજન આરોગ્યા બાદ જો તરત જ સુવા મા આવે અથવા તો કોઇપણ બેસી ને કામ કરવામા આવે તો વજન મા વધારો થાય છે અને પેટ પણ બહાર નીકળતું જાય છે.ઓવરઈટિંગ ના લીધે થાય છે વજન મા વધારો.ઓવર ઈટિંગ નો અર્થ થાય છે કે જયારે માણસ ને ભૂખ લાગી હોય અને તે તેના કરતા વધુ ભોજન આરોગે તો તેના શરીર મા વજન નો વધારો થાય છે. આ માટે જયારે પણ જમવા બેસો તો ત્યારે જેટલી ભૂખ હોય તેટલું જ ભોજન આરોગો.જો તમે તમારો વજન ઘટાડવા ઇચ્છતા હોય તો દિવસ દરમિયાન દસ થી બાર ગ્લાસ પાણી અટેલે કે ત્રણ થી ચાર લીટર જેટલું પાણી પીવા નો નિયમ લઇ લો. આટલું પાણી જો રોજ પીવા મા આવે તો તેના થી શરીર નું મેટાબોલિઝમ સારી રીતે કાર્ય કરે છે અને સાથોસાથ જમવાનું પાચન પણ સારી રીતે થાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *