વડોદરાના ગણપતપુરામાં આવેલું છે ૭ કરોડનું વૃક્ષ,આ વૃક્ષ ૧૫ દિવસ પહેલા જ આપી દે છે વરસાદની આગાહી.
આપણા ગુજરાતની ધરતી ખુબજ પવિત્ર છે. અહીં તમને ઘણી ચમત્કારિક વસ્તુઓ જોવા મળી જશે. આજે અમે તમને એક એવી વસ્તુ વિષે જાણવા જઈ રહ્યાં છીએ કે જેના વિષે તમે આજ સુધી નહિ જાણતા હોય.
આજે અમે તમને એક ૭ કરોડના ઝાડ વિષે જણાવીશું કે જેની પાસે જવા માત્રથી જ ભલભલા દુઃખ અને તકલીફ દૂર થઇ જાય છે. વડોદરાથી ૧૫ KM દૂર ગણપતપુરા ગામે,આ ૨૦૦૦ વર્ષ જૂનું વૃક્ષ આવેલું છે. છેલ્લા હજારો વર્ષથી આ વૃક્ષ અડીખમ ઉભું છે.
તે જ સૌથી મોટો ચમત્કાર છે. કોઈને ચામડીના રોગ હોય, કોઈ સ્ત્રીને પ્રેગ્નેન્સીમાં સમસ્યા હોય અથવા તાવ આવ્યો હોય તેની માટે આ વૃક્ષ ખુબજ અસરકારક છે. તેમના જણાવ્યા અનુસાર આ વૃક્ષને લોકો બાઓબાબ કહે છે. વરસાદ આવે તેની પહેલા,
આ વૃક્ષના પાંદડાઓ આ વરસાદ આવવાનો સંકેત આપે છે. આ વૃક્ષનું થડ ખુબજ મહાકાય છે. જે અન્ય વૃક્ષ કરતા ખુબજ અલગ છે. આ વૃક્ષના થડમાં સેંકડો ટન પાણીનો સંગ્રહ થાય છે. જે બધામાં એક ચમત્કાર છે.
આ પછી સુપ્રીમ કોર્ટ દ્વારા આ વૃક્ષની કિંમત આંકવામાં આવી હતી. તો સુપ્રીમ કોર્ટે આ વૃક્ષની કિંમત ૭ કરોડ નક્કી કરી છે.આ ૭ કરોડના વૃક્ષના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. લોકોનું માનવું છે કે આ વૃક્ષ ૯૫૦ વર્ષ જૂનું છે. આટલા જૂનું વૃક્ષ બધાની માટે એક ચમત્કારથી ઓછું નથી માટે આ વૃદ્ધને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે કે આખરે આ ૭ કરોડનું વૃક્ષ કેવું છે.