Vadodara : રીલ્સ બનાવવા રિક્ષા પર લટકી જોખમી સ્ટંટ કર્યા, વીડિયો વાયરલ થતાં 4ની અટકાયત.

Vadodara : રીલ્સ બનાવવા રિક્ષા પર લટકી જોખમી સ્ટંટ કર્યા, વીડિયો વાયરલ થતાં 4ની અટકાયત.

Vadodara : આજના યુવાધન સોશિયલ મીડિયા પર રીલ્સ બનવવાનું એટલું ઘેલું લાગ્યું છે કે, તેઓ કેટલીકવાર ન કરવાનું પણ કરી જતા હોય છે.એવામાં વડોદરામાં રીલ્સ બનાવવા માટે પાંચ થી છ કિશોરો રિક્ષા ઉપર ટીંગાટોળી કરી જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી.

Vadodara : જે બાદ ગણતરીના કલાકોમાં રિક્ષા ઉપર ટીંગાટોળી કરી જોખમી સ્ટંટ કરનાર ચાર ઈસમોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Vadodara
Vadodara

આ પણ વાંચો : Share Market : સેન્સેક્સ-નિફ્ટીનું કામકાજ તેજીથી શરૂ, આ શેરોના આધારે રોકાણકારોની સંપત્તિમાં કરોડોનો વધારો..

Vadodara : વડોદરામાં સોશ્યિલ મીડિયામાં રીલ્સ બનાવવા જોખમી સ્ટંટબાજી કરતો વધુ એક વીડિયો સામે આવ્યો હતો.જેમાં પાંચ થી છ કિશોરો શહેરના છાણી વિસ્તારમાં રાત્રીના સમયે ફૂલવાડી ચાર રસ્તા તરફથી મધુનગર બ્રિજ તરફના રસ્તે રિક્ષા પર લટકી જોખમી સ્ટંટ કરી રહ્યા હતા.

Vadodara
Vadodara

આ પણ વાંચો : Energy Park : અદાણી ગ્રીન એનર્જી ખાવડામાં 1.5 લાખ કરોડનું રોકાણ કરી વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવશે..

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ફતેગંજ પોલીસ દોડતી થઇ હતી અને વાયરલ વીડિયોમાં નજરે પડતા રિક્ષાના નંબરના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં સ્ટંટ કરનાર રીક્ષા માલિક જુબેર ઝાકીરઅલી પઠાણ સહિત ચાર લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE ARTICLE : Stock Market : ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી ?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *