Vadodara : ગણેશ આયોજકો દ્વારા છાણમાંથી બનેલી એક લાખ અગરબત્તીનો ઉપયોગ કરી 8 ફૂટની શ્રીગણેશજીની મનમોહક મૂર્તિ બનાવી
Vadodara શહેરમાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં ગણેશ ઉત્સવ Vadodaraની આગવી વિશેષતા ગણાય છે. ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.
દરમિયાન શહેરના દાંડિયા બજાર પિરમિતા રોડ વિસ્તારના પ્રગતિ યુવક મંડળના શ્રીજી આયોજકો દ્વારા આ વર્ષે ગાયના છાણમાંથી બનેલી એક લાખ અગરબત્તીઓનો ઉપયોગ કરીને શ્રીગણેશજીની 8 ફૂટની આરાધ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. આ મૂર્તિ શ્રીગણેશજીના ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે.
પ્રગતિ યુવક મંડળના સભ્ય માનવ રાણાએ જણાવ્યું કે, ‘અમે 1946થી ગણેશજીની સ્થાપના કરીએ છીએ. અમારા યુવા જૂથમાં 20 સભ્યો છે. જેમાં કર્મચારીઓથી લઈને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Gumandev Dada ના દર્શન કરવાથી દરેક ઈચ્છા થશે પૂરી… આ ગામમાં સાક્ષાત બિરાજે છે હનુમાનજી
અમે દોઢ મહિના પહેલા પ્રતિમાને શણગારવાનું કામ શરૂ કર્યું હતું. અમે શ્રીગણેશજીની મૂર્તિને શણગારવા માટે દિવસ-રાત બે પાળીમાં કામ કરીએ છીએ. હવે તેને આખરી ઓપ આપવાનું કામ ચાલી રહ્યું છે.
શ્રીગણેશજીના શૃંગાર માટે ગાયના છાણમાંથી ચોરસ આકારમાં બનેલી અગરબત્તીઓની વિશેષ વ્યવસ્થા શ્રીગણેશજીના એક ભક્ત દ્વારા અમને આપવામાં આવી હતી. અમે ગાયના છાણમાંથી બનેલી લગભગ 1 લાખ અગરબત્તીઓથી શ્રીગણેશજીની મૂર્તિને શણગારી છે. અમે છેલ્લા 74 વર્ષથી વિવિધ થીમ પર શ્રીગણેશજીની મૂર્તિને શણગારીએ છીએ. ગયા વર્ષે અમે મુંબઈના પ્રખ્યાત દગડુ શેઠ હલવાઈવાલા શ્રીગણેશજીની પ્રતિકૃતિ સ્થાપિત કરી હતી.
more article : વડોદરામાં બનશે ભવ્ય ” હનુમાનગઢ ” 150 ફૂટની ઉંચાઈ પર અતિ ભવ્ય હનુમાનજીની પ્રતિમા બિરાજમાન થશે, જુઓ તસ્વીરો….