Vadodara : સેવાનું બીજું નામ એટલે વડોદરાની ‘અનાથ’ શ્વેતા શાહ, સ્વામાન અને દરિયાદિલી એવી કે ભલભલાની આંતરડી ઠરે
Vadodara ની શ્વેતાબેન 150 લોકોના ભોજનની વ્યવસ્થા જુએ છે ભોજનમાં હાઇજેનિક ખોરાક તેમજ અલગ અલગ મેનુની વ્યવસ્થા કરે છે કહેવાય છે કે, સમાજ સેવાની જેનામાં ભાવના હોય તેને કુદરત પણ મદદ કરતી હોય છે. અને આ વાત વડોદરાની એક મહિલાએ સાર્થક કરી બતાવી છે. આ મહિલાનું નામ છે શ્વેતા શાહ. બળપણથી જ અનાથ શ્વેતા શાહે જીવનમાં અનેક કપરી પરિસ્થિતિનો સામનો કર્યો. અભ્યાસ હોય કે પછી લગ્ન જીવન બધી જ જગ્યાએ શ્વેતાબેને અગ્નિ પરીક્ષા આપી. પરંતુ આજે તે સ્વામાનભેર જીવી રહ્યાં છે.
આ પણ વાંચો : જ્યોતિષ શાસ્ત્ર : 18 વર્ષ સુધી સુખ-શાંતિ છીનવી લેશે રાહુની મહાદશા, આજીવન માત્ર પરેશાની આવશે, બચવા માટે કરો આટલું
150થી વધુ ગરીબો માટે ભોજન બનાવે છે
Vadodara : કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આમ સેવાભાવ ધરાવતા શ્વેતાબેન મુશ્કેલીઓને માત આપીને અનેક ગરીબ, નિઃસહાય લોકો માટે અન્નપૂર્ણા બન્યા છે. તેઓ શ્રવણ સેવા ફાઉન્ડેશન સંસ્થા સાથે જોડાઈને દરરોજ 150થી વધુ ગરીબો માટે ભોજન બનાવે છે. અને તેને ગરીબો સુધી પહોંચાડે છે.
આ પણ વાંચો : દીકરીનું મામેરું : ગામલોકોએ ભેગા મળીને ભર્યુ દીકરીનું મામેરું, શ્રીકૃષ્ણ બનીને મામાની ફરજ અદા કરી
લોકો માટે પ્રેરણાસ્રોત
Vadodara : શ્વેતાબેન 150 લોકોના ભોજનની વ્યવસ્થા જુએ છે ભોજનમાં હાઇજેનિક ખોરાક તેમજ અલગ અલગ મેનુની વ્યવસ્થા કરે છે. ફૂટપાથ પર રહેતા વડીલોને માતાપિતા માને છે અને બીજા બધાને પરિવાર સમજીને સેવા કરી રહ્યાં છે. ફૂટપાથ પર જીવન ગુજારતા લોકોમાંથી આવતી મહિલા આજે ભિક્ષુકો માટે કામ કરી રહી છે. અને આ કામના કારણે પોતાને સંતોષ પણ મળી રહ્યો છે. સાથે જ શ્વેતા શાહ અન્ય લોકો માટે પ્રેરણાસ્રોત બન્યા છે.
more article : Ma Ambaji : ગુજરાતમાં આવેલો છે હિમાલયનો પ્રપિતામહ, જ્યાં સર્વનાશ અટકાવવા સતી થયેલા ટુકડાનું ઉદર પડ્યું હતું