વઢવાણના મરચા :વઢવાણનાં રાઈતા-મરચાંનું અમેરિકા, ઇંગ્લેન્ડ અને દુબઇમાં ધૂમ વેચાણ, ગૃહઉદ્યોગ થકી મહિલા સીઝનમાં 18 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે

વઢવાણના મરચા :વઢવાણનાં રાઈતા-મરચાંનું અમેરિકા, ઇંગ્લેન્ડ અને દુબઇમાં ધૂમ વેચાણ, ગૃહઉદ્યોગ થકી મહિલા સીઝનમાં 18 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે

વઢવાણના મરચા સુરેન્દ્રનગરના વઢવાણના રાયતા મરચાની મહેક છેક અમેરિકા, ઇંગ્લેન્ડ અને દુબઇ સહિતના દેશો સુધી પહોંચી છે. સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. આ મરચાની માંગ વધતા અન્ય રાજ્યોથી લઇ દુબઇ, ઇંગ્લેન્ડ અને અમેરિકા સહિતના દેશમાં વસતા લોકોને વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે.

શિયાળાની સિઝનમાં વઢવાણના રાયતા મરચાનું વેચાણ કરી મહિલાઓ આવક મેળવી રહી છે. જ્યારે આ અંગે વર્ધમાન ગૃહ ઉદ્યોગના સંચાલક પન્નાબેન શુક્લ ગર્વભેર જણાવે છે કે, અમને તાજેતરમાં જ વિદેશથી 10થી 12 પાર્સલનો વઢવાણી રાયતા મરચાનો મોટો ઓર્ડર મળ્યો છે.

વઢવાણના મરચા
વઢવાણના મરચા

વઢવાણના મરચા 40,000 કિલો જેટલા મરચાનું ઉત્પાદન, વઢવાણીયા મરચાની સિઝન હાલ પુર બહારમાં ખીલી છે, ત્યારે વઢવાણના સ્વાદમાં એકદમ મીઠાશવાળા આ મરચાની દર વર્ષે ખૂબ માંગ રહે છે, ત્યારે વઢવાણના મરચાની સોડમ મહિલાઓના ગૃહ ઉદ્યોગ થકી દેશ વિદેશ સુધી પ્રસરી જવા પામી છે. શિયાળામાં આ મરચાની માંગ વધુ હોય છે. ગૃહ ઉદ્યોગ દ્વારા આ વઢવાણીયા મરચાને બહેનોની ટીમ દ્વારા અલગ-અલગ રીતે બનાવાય છે. જેમાં રાયતા મરચા બનાવી વેચાણના ગૃહઉદ્યોગ 150થી 200 જેટલી મહિલાઓ કામ કરી રોજગારી મેળવે છે. આ મરચાની સિઝન દરમિયાન 40,000 કિલો જેટલા મરચાનું ઉત્પાદન કરી એનું વેચાણ થાય છે.

આ પણ વાંચો : Chanakya Niti : તમારે જીવનમાં પ્રગતિ કરીને ખુબજ ઉપર ચડવું છે તો ચાણક્યની આ વાતો એક વાર જરૂર મગજમાં ઉતારજો..

વઢવાણના મરચા સીઝનમાં 15થી 18 લાખના મરચાનું વેચાણ, આ મરચાનું દેશમાં કોલકતા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સાઉથ સહિતના રાજ્યો અને ગુજરાતના આસપાસના રાજ્યોમાં વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત વઢવાણવાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને પણ રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે. જેના કારણે અમેરિકા, ઇંગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં પણ આ મરચાની સુવાસ પહોંચી ગઇ છે. દર વર્ષે સીઝનના 2000 મણ જેટલા રાયતા મરચાના ઉત્પાદન થકી મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે અને આ સંસ્થા દ્વારા સીઝનમાં 15થી 18 લાખના મરચાનું વેચાણ કરવામાં આવે છે.

વઢવાણના મરચા
વઢવાણના મરચા

બહેનો રોજ 300થી 500 રૂપિયાની આવક મેળવે છે. આ અંગે વર્ધમાન ગૃહ ઉદ્યોગના પન્નાબેન શુક્લએ જણાવ્યું કે, અમારા ગૃહ ઉદ્યોગ દ્વારા વર્ષ દરમિયાન અલગ-અલગ પ્રોડક્ટ જેવા કે મરચું, અથાણા, ખાખરા, પાપડ, જેવી વસ્તુ બનાવીને બહેનો રોજગારી મેળવે છે. હાલ વઢવાણીયા મરચાની સિઝન હોય ત્યારે રાયતા મરચાનું પણ ઉત્પાદન કરાય છે.

આ પણ વાંચો : વિશ્વ ઈતિહાસના સૌથી મોટા દાનવીર : વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્કે અજાણ્યા ટ્રસ્ટને રૂ. 45,000 કરોડ દાન કર્યા.

આ રાયતા મરચાની સિઝનમાં અહીંયા કામ કરતી બહેનોને રોજના 300થી 500 રૂપિયાની આવક મેળવી રહી છે. આ ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિધવા અને ત્યક્તા તેમજ જરૂરીયાત વર્ગની મહિલાઓને રોજગારી મળે તે મુખ્ય છે. ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતી વસ્તુની ક્વોલિટી પણ સારી હોવાથી લોકો આ વસ્તુઓ લેવા માટેનો આગ્રહ રાખતા હોય છે.

વઢવાણી રાયતાના મરચાની દેશ-વિદેશમાં વ્યાપક માંગ છે. આ અંગે આ ગૃહ ઉદ્યોગમાં કામ કરતા ગીતાબેન પરમાર જણાવે છે કે, હું અહીં છેલ્લા 22-23 વર્ષથી કામ કરૂ છુ. અમે સીઝનમાં રોજ 150થી 200 કિલો મરચામાં મીઠું અને હળદર ભર્યા બાદ બીજા દિવસે સુકવીએ છીએ. પછી પેકેટમાં પેકિંગ કરી વેચાણમાં મૂકીએ છીએ અને પછી દેશ-વિદેશમાં ઓનલાઇન ઓર્ડર મેળવી કુરીયર કરીએ છીએ. અમે રોજના રૂ. 300થી 400 જેટલી રકમ કમાઇ લઇએ છીએ. જ્યારે આ સંસ્થામાં કામ કરતા અનુબેન જણાવે છે કે, હું અહીં 11-12 વર્ષથી કામ કરૂ છુ. અમે 150 કિલો મરચામાં લીંબુ અને ગોળ ભરીએ છીએ. એમાય સંસ્થાના વઢવાણી રાયતાના મરચાની દેશ-વિદેશમાં વ્યાપક માંગ છે.

વઢવાણના મરચા વિદેશથી 10થી 12 પાર્સલનો વઢવાણી રાયતા મરચાનો ઓર્ડર મળ્યો, જ્યારે આ અંગે આ વઢવાણી રાયતા મરચાના ગ્રાહક કલ્પનાબેન ઠાકર જણાવે છે કે, હું અહીં છેલ્લા 20-25 વર્ષથી વઢવાણી રાયતા મરચા લેવા આવુ છુ. જેનો સ્વાદ કાયમ ખુબ જ સરસ અને એક સરખો જ હોય છે અને એની માંગ ગુજરાત બહાર અને ફોરેન પણ ઓનલાઇન મોકલવામાં આવે છે. અને અહીંના નાસ્તા પણ ખુબ પ્રખ્યાત છે. વઢવાણી રાયતા મરચા તો ખુબ જ વખાણવા લાયક હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરની આ સંસ્થાને તાજેતરમાં જ વિદેશથી 10થી 12 પાર્સલનો વઢવાણી રાયતા મરચાનો મોટો ઓર્ડર મળ્યો છે.

more artical :દિકરી આ 7 વચન માંગે છે, શું તમે લગ્નના 7 શબ્દોનો અર્થ અને મહત્વ જાણો છો ?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *