જુઓ ઉર્વશીબેન રાદડિયા ના દુબઇ પ્રવાસ ના ફોટોસ …
ઉર્વશી રાદડિયા નું નામ આવતા જ તેના ડાયરા માં થયેલ પૈસા નો વરસાદ યાદ આવે ગુજરાતમાં શ્રી સમસ્ત હીરાવાડી ગ્રુપ દ્વારા આયોજિત તુલસી વિવાહ સમારોહ દરમિયાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા ઉર્વશી રાદડિયા ના ડાયરા નું આયોજન હતું ત્યારે પૈસા ની પીપ ભરી ને ઉર્વશીબેન ઉપર ખાલી થઇ હતી અને સ્ટેજ રૂપિયા થી ખચો ખચ ભરાઈ ગયું હતું
આનો વિડિઓ સોશિઅલ મીડિયા ઉપર ખુબ વાયરલ થયો હતો ત્યાર થી જે ઉર્વશીબેન ને ઓળખતા ન હતા એ પણ ઓળખતા થઇ ગયા હતા
હાલ કિંજલ દવે દુબઇ માં જોવા મળ્યા પછી ઉર્વશી રાદડિયા એ પણ દુબઇ ની પળો શેર કરી હતી જેમાં તે દુબઇ ફ્રેમ સાથે ડેઝર્ટ સફારી તથા પ્રાઇવેટ ક્રુઝ માં જોવા મળ્યા હતા
ઉર્વશી રાદડિયાને ‘કાઠિયાવાડની કોયલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. 31 વર્ષીય લોકગાયિકા ઉર્વશી રાદડિયાનો જન્મ તારીખ 25 મે, 1990ના રોજ થયો અને તેનો ઉછેર અમદાવાદ શહેરમાં થયો છે.
નાની ઉંમરે ઉર્વશી રાદડિયાએ ગાવાનું શરૂ કર્યું હતું. આજે લોક સંગીતમાં ઉર્વશી રાદડિયા જાણીતું નામ છે અને મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે.
ઉર્વશી બેન એ દુબઇ થી આ ફોટો શેર કરતા વુમન ડે ની શુભકામના આપતા કહ્યું કે આપણે “સ્ત્રીઓ તરીકે” શું કરી શકીએ તેની કોઈ મર્યાદા નથી!!
ઉર્વશીબેન એ દુબઇ એક્સ્પો 2022 માં પણ ભાગ લીધો હતો ઉર્વશી બેન રાદડિયાનો જન્મ 25મે 1990ના રોજ અમરેલીમાં થયો છે. તેમના માતાનું નામ સરોજબેન અને પિતાનું નામ માધુભાઈ રાદડિયા છે.
ઉર્વશીબેન રાદડિયાનો ઉછેર અમદાવાદમાં થયો છે. તેમણે 6 વર્ષની ઉંમરે જ મ્યુઝિકમાં શરૂઆત કરી હતી.ઉર્વશીના પહેલા સ્ટેજ પર્ફોમન્સની ઘટના રસપ્રદ છે.
તેઓ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં પર્ફોમ કરનાર લેડી સિંગર ન આવતા ઉર્વશીબેન ને તક મળી અને ત્યારથી ગુજરાતી ગાયિકા તરીકે ઉર્વશીબેન છવાઈ ગયા.