UPSC Success Story : 12 કલાકની નોકરીની સાથે UPSCની કરી તૈયારી , છઠ્ઠા પ્રયાસમાં ક્રેક કરી એક્ઝામ

UPSC Success Story : 12 કલાકની નોકરીની સાથે UPSCની કરી તૈયારી , છઠ્ઠા પ્રયાસમાં ક્રેક કરી એક્ઝામ

UPSC Success Story : UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરીને IAS-IPS બનવું એ હજારો લોકો માટે એક જુનુન છે. આવી જ એક જુનુની વ્યક્તિ છે પશ્ચિમ બંગાળના પરમિતા માલાકાર (Paramita Malakar). જેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023 ક્રેક કરી છે.

UPSC Success Story : પરંતુ આમાં તો લગભગ એક હજાર લોકોએ સફળતા મેળવી છે, તો પછી પરમિતા માલાકારની સફળતામાં ખાસ શું છે ? પરમિતા માલાકારની સફળતામાં ખાસ છે તેમનો જુસ્સો. તેમણે 12 કલાકની નોકરીની સાથે UPSCની તૈયારી કરી. ઘણી નોકરીઓ બદલી અને અંતે છઠ્ઠા પ્રયાસમાં યુપીએસસીમાં સફળતા મેળવી.

B.Sc બાદ નોકરી શરૂ કરી

UPSC Success Story : પરમિતા માલાકારે વર્ષ 2012માં B.Sc (ઓનર્સ) ફિઝિક્સની ડિગ્રી લીધી હતી. થોડા સમય પછી તેમણે તેમના પરિવારને મદદ કરવા માટે BPOમાં નોકરી શરૂ કરી. બીપીઓમાં થોડા મહિના કામ કર્યા પછી, તેમણે તેમના કોર્પોરેટ કરિયરની શરૂઆત કરી. તેઓ પહેલા TCS અને પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જોડાયા. આ પછી તેમણે 2020માં સબ ડિવિઝનલ ઈન્ફોર્મેશન એન્ડ કલ્ચરલ ઓફિસર (SDISO)ની સરકારી નોકરી મળી.

UPSC Success Story
UPSC Success Story

TCSમાં નોકરીની સાથે શરૂ કરી તૈયારી

UPSC Success Story : તેમણે UPSCની તૈયારી પહેલીવાર 2018માં TCSની અઘરી નોકરીની સાથે શરૂ કરી હતી, પરમિતા માલાકારે ઈન્ડિયન માસ્ટર માઈન્ડ્સને કહ્યું કે તેમણે ટીસીએસમાં 12 કલાકની નોકરી સાથે તૈયારી કરી. અભ્યાસ માટે ઘણો ઓછો સમય મળતો હતો. જેથી તેઓ પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહ્યા. તેનાથી તેઓ એટલા નિરાશ થઈ ગયા કે તેમને સરકારી પરીક્ષા પાસ કરવાની તેમની ક્ષમતા પર જ શંકા થવા લાગી. પરંતુ ધીમે-ધીમે તેમનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો.

આ પણ વાંચો : Astro Tips : ભગવાન શિવજીની પૂજા કરતી વખતે અવશ્ય કરો આ મંત્રોનો જાપ, શિવજી દરેક મનોકામના કરશે પૂર્ણ

વિવિધ સરકારની ભરતીની આપી પરીક્ષા

UPSC Success Story : તેમણે જણાવ્યું કે, 30 વર્ષની ઉંમરે તેમણે એલઆઈસી, બેંક પીઓ, રેલવે અને પશ્ચિમ બંગાળ પબ્લિક સર્વિસ કમિશનની વિવિધ ભરતી પરીક્ષાઓ આપવાનું શરૂ કર્યું. આ ક્રમમાં વર્ષ 2022માં તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો, જ્યારે તેઓએ માત્ર SDICOની પોસ્ટ જ નહીં પરંતુ UPSC સિવિલ સર્વિસીસની પ્રિલિમ અને મેઈન્સ પરીક્ષા પણ પાસ કરી. આ પછી તેઓનું UPSC 2023માં ફાઈનલ સિલેક્શન થયું.

UPSC Success Story
UPSC Success Story

આ રીતે મળી સફળતા

UPSC Success Story : તેઓએ તેમની રણનીતિ વિશે જણાવતા કહ્યું કે, નોકરીમાં વારંવાર બદલાવને કારણે ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કરવાનો સમય સાવ મર્યાદિત થઈ ગયો હતો. તેમણે UPSC 2022ની તૈયારીમાં જૂના પ્રશ્નપત્રો ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરિણામ એકદમ સારું આવ્યું.

તેઓ પ્રથમ વખત UPSC પ્રિલિમ્સ ક્રેક કરવામાં સફળ રહ્યા. તેમણે યુપીએસસી 2023ની મેઈન્સ એક્ઝામ માટે કોલકાતાની એક કોચિંગ સંસ્થામાં પ્રવેશ લીધો હતો. તેઓ દર અઠવાડિયે મોક ટેસ્ટ પણ આપતા હતા. આ રીતે તેમણે કુલ 28 મોક ટેસ્ટ આપ્યા. આ તેના માટે ગેમ ચેન્જર સાબિત થયું. તેઓ 812મા રેન્ક સાથે UPSC 2023 ક્રેક કરવામાં સફળ રહ્યા.

UPSC Success Story
UPSC Success Story

more article  : Hanuman mandir : બોટાદમાં બિરાજે રોકડિયા હનુમાન, પાલખી યાત્રાનો 70 વર્ષ જૂનો ઈતિહાસ, અહીં ભાવિકોનું કામ થાય રોકડું

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *