UPSC Success Story : મેડિકલના અભ્યાસની સાથે તૈયારી કરી UPSCમાં મેળવ્યો 203મો રેન્ક, પહેલા પ્રયાસમાં તરુણા કમલ બની IAS ઑફિસર

UPSC Success Story : મેડિકલના અભ્યાસની સાથે તૈયારી કરી UPSCમાં મેળવ્યો 203મો રેન્ક, પહેલા પ્રયાસમાં તરુણા કમલ બની IAS ઑફિસર

UPSC Success Story : UPSCની પરીક્ષા દેશની જ નહીં પરંતુ દુનિયાની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે. તેને ક્રેક કરવા માટે ઉમેદવારોએ ખૂબ જ મહેનત કરવી પડે છે. તેમાં લાખો લોકો ભાગ લે છે પરંતુ થોડા ઉમેદવારોને જ સફળતા મળી શકે છે.

UPSC Success Story : આ જ સફળ ઉમેદવારોમાંથી એક IAS તરુણા કમલ છે. તેઓ પોતાની મહેનત અને લગનથી પહેલા પ્રયાસમાં IAS પદ મેળવીને તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે પ્રેરણારૂપ બની ગયા છે. ચાલો જાણીએ તેમની સંઘર્ષની કહાની વિશે.

ક્યાંના છે IAS તરુણા ?

UPSC Success Story : IAS તરુણા કમલ હિમાચલના મંડીના રહેવાસી છે. તેમના પિતા બાલ્હ મ્યુનિસિપલ કાઉન્સિલમાં સફાઈ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમના પરિવારમાં તેમના માતા-પિતા ઉપરાંત એક બહેન અને એક ભાઈ પણ છે. તેમનો જન્મ 26 જાન્યુઆરી 1997ના રોજ થયો હતો.

UPSC Success Story : તેમણે મોર્ડન પબ્લિક સ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યું છે. આ પછી તેમણે વેટરનરી ડોક્ટરની ટ્રેનિંગ પૂરી કરી. આ પછી ચંદીગઢમાં કોચિંગ લઈને UPSC CSEની તૈયારી શરૂ કરી દીધી. જોકે, IAS તરુણા કમલ મેડિકલ ફિલ્ડના હતા, તેમ છતાં પણ તેમણે UPSC ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવાનું પસંદ કર્યું.

UPSC Success Story
UPSC Success Story

કેવી રીતે કરી તૈયારી ? 

UPSC Success Story : UPSCની તૈયારી માટે તેમણે ઘણી અલગ-અલગ પ્રકારની સ્ટ્રેટજી પ્લાન કરી હતી. તેમણે સિલેબસને યુનિટ મુજબ નોટ્સ તૈયાર કરી હતી. છેલ્લા ઘણા વર્ષોના પ્રશ્નપત્રોને સતત સોલ્વ કર્યા. તમામ યુનિટનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તેએ છેલ્લા અઢી વર્ષથી ચંદીગઢમાં UPSCની તૈયારી કરી રહ્યા હતા.

ઘરથી દૂર રહીને આવી અઘરી પરીક્ષા પાસ કરવી સહેલી નહોતી. પરંતુ તેમના ઉત્સાહ અને જોશે તેમને હારવા ન દીધા અને પછી UPSC 2023માં પ્રથમ પ્રયાસ આપ્યો અને 203મો રેન્ક મેળવીને IASનું પદ મેળવ્યું.

UPSC Success Story
UPSC Success Story

પરિવારના સભ્યોએ કરી મદદ

UPSC Success Story : તેમનું કહેવું છે કે તેઓએ નક્કી કરી લીધું હતું કે તેઓ કંઈક મોટી ઉપલબ્ધિ મેળવી જ રહેશે. તેઓ હંમેશા ટાઈમ ટેબલને લઈને પાબંદ અને ઓનેસ્ટ રહ્યા છે. આ જ કારણ છે કે તેમણે પ્રથમ પ્રયાસમાં જ IASનું પદ મેળવી લીધું. તેમની સફળતામાં તેમના પરિવારના સભ્યોએ તેમને દરેક રીતે મદદ કરી છે.

UPSC Success Story
UPSC Success Story

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *