UPSC Success Story : આખરી એટેમ્પ્ટમાં સફળ થઈ નીતિ અગ્રવાલ, આ સ્ટ્રેટેજી થકી ચાના વેપારીની દીકરીએ પાસ કરી UPSC એક્ઝામ..

UPSC Success Story : આખરી એટેમ્પ્ટમાં સફળ થઈ નીતિ અગ્રવાલ, આ સ્ટ્રેટેજી થકી ચાના વેપારીની દીકરીએ પાસ કરી UPSC એક્ઝામ..

UPSC Success Story : ઉત્તરાખંડના ઋષિકેશના નીતિ અગ્રવાલે UPSC પરીક્ષાના અંતિમ પ્રયાસમાં સફળતા મેળવી છે. તેમનો ઓલ ઈન્ડિયામાં 383મો રેન્ક આવ્યો છે. તેમનો આ છઠ્ઠો અને છેલ્લો પ્રયાસ હતો. વર્ષ 2021માં નીતિ અગ્રવાલ અંતિમ તબક્કામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા, પરંતુ માત્ર એક માર્કથી તેઓ ફાઈનલ પસંદગીમાંથી ચૂકી ગયા હતા. આવી સ્થિતિમાં આ વખતે તેઓએ જૂની ખામીઓને દૂર કરીને પોતાના લક્ષ્યને હાંસલ કર્યું છે.

દરરોજ 10 કલાક કરતા અભ્યાસ

UPSC Success Story : નીતિ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ દરરોજ 10 કલાક અભ્યાસ કરતા હતા. તેમણે મનોરંજનના સાધનોથી સંપૂર્ણ અંતર જાળવી રાખ્યું હતું. અભ્યાસમાં તેમને ઈન્ટરનેટ પરથી પણ મદદ મળી. ઈન્ટરનેટમાં ઘણી મહત્વપૂર્ણ સામગ્રી ઉપલબ્ધ થઈ શકી.

મેડિકલમાં કર્યું ગ્રેજ્યુએશન

UPSC Success Story : તેઓએ ધોરણ 12 સુધીનો અભ્યાસ ઋષિકેશની મોડર્ન સ્કૂલમાં કર્યો હતો, ત્યારબાદ તેમણે મેડિકલમાં ગ્રેજ્યુએશન કર્યું. તેઓએ તેમની સફળતાનો શ્રેય તેમના માતા-પિતાને આપ્યો છે. તેઓએ કહ્યું કે, તેઓ બે બહેનો છે. તેમના માતા-પિતાએ હંમેશા બંને દિકરીઓને દિકરા માની પ્રોત્સાહિત કરી છે.

આ પણ વાંચો : Bilnath Mahadev : ગુજરાતનું એવું સ્થળ જ્યાં શ્રીકૃષ્ણએ કરી હતી બિલનાથ મહાદેવની પહેલી પૂજા, નંદિએ ભગાડ્યો હતો ગઝનીને

ચાના વેપારી છે પિતા

UPSC Success Story : નીતિ અગ્રવાલના પિતા સંજય અગ્રવાલ ઘાટ રોડના પ્રતિષ્ઠિત ચાના વેપારી છે અને તેમની માતા રીતુ અગ્રવાલ એક ગૃહિણી છે, તેમની નાની બહેન એન્જિનિયર છે. તેમણે જણાવ્યું કે, તેઓ દિવસમાં દસ કલાક અભ્યાસ કરતા હતા અને તેમને મનોરંજનના સાધનોને સંપૂર્ણપણે છોડી દીધા હતા.

UPSC Success Story
UPSC Success Story

2021માં 1 માર્કથી નહોતું થયું સિલેક્શન

UPSC Success Story : તેમની તૈયારીમાં ઈન્ટરનેટથી ઘણી મદદ મળી, તેમનો આ છઠ્ઠો અને છેલ્લો પ્રયાસ હતો. વર્ષ 2021માં નીતિ અગ્રવાલ ઇન્ટરવ્યુના અંતિમ તબક્કા સુધી પહોંચ્યા હતા, પરંતુ માત્ર એક માર્ક ઘટતા તેમનું ફાઈનલમાં સિલેક્શન થયું ન હતું.

મહેનત કરનારને મળે છે સફળતા

UPSC Success Story : તેમણે જણાવ્યું કે આ છેલ્લા પ્રયાસમાં તેમણે પોતાની ભૂલોને સુધારીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે તેમને સફળતા મળી. તેઓએ કહ્યું કે, લક્ષ્ય કોઈ પણ મોટું નથી, જે ડરતા નથી તે જ જીતે છે. તમારું લક્ષ્ય સ્પષ્ટ છે તો તમે એક દિવસ તમારા મુકામ સુધી પહોંચી જશો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *