UPSC Success Story : માતા મનરેગા મજૂર, પિતા ગામમાં પૂજારી, પુત્રએ UPSC ક્રેક કરીને વધાર્યું ગૌરવ…
UPSC Success Story : જો મનમાં કંઈક કરી બતાવવાનો જુસ્સો હોય તો સખત મહેનતથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. રાજસ્થાનના ભાદરા વિસ્તારના એક નાનકડા ગામ બિરણના હેમંત પારીકે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આ સાબિત કર્યું છે. તેમણે પરીક્ષામાં 884મો રેન્ક મેળવીને પોતાના ગામ અને પરિવારનું રોશન કર્યું છે.
UPSC Success Story સામાન્ય પરિવારમાંથી આવે છે હેમંત પારીક
UPSC Success Story : હેમંત પારીકે જણાવ્યું કે, તેઓ બિરણ ગામના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. માતા મનરેગા હેઠળ મજૂરી કામ કરે છે. તેમના પિતા ગામના પૂજારી છે. હેમંત પારીકને પણ વિકલાંગતાના પડકારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
કેમ UPSCની શરૂ કરી તૈયારી?
UPSC Success Story : તેઓ જણાવે છે કે, એકવાર તેમની માતાને યોગ્ય વેતન (મજૂરી) આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ન્યાયની માંગણી કરતા તેમણે સ્થાનિક કોન્ટ્રાક્ટરો અને સરકારી કચેરીઓના ધક્કા ખાધા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં, ન્યાય મળ્યો નહીં. ઉલટાનું તેમની મજાક બની ગઈ.
આ કારણે કલેક્ટર બનવાનું કર્યું નક્કી
UPSC Success Story : આ દરમિયાન એક કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવેલું એક વાક્ય – ‘તું શું કલેક્ટર છું?’ તેમના દિલ પર લાગી ગયું. તેઓને ત્યાં સુધી એ નહોતી ખબર કે કલેક્ટર કોણ હોય છે? આ પછી તેઓએ કલેક્ટર કચેરી વિશે જાણવાનો પ્રયાસ કર્યો અને સિવિલ સર્વન્ટ બનવાનું દ્દઢ નિશ્ચય કર્યો.
સંબંધીઓએ કરી મદદ
UPSC Success Story : આ પછી તેમનો જુસ્સો અને સમર્પણ જોઈને સમાજના લોકો અને પરિચિતોએ તેમને દિલ્હી જવા માટે મદદ કરી. લોકોએ દિલ્હીના પટેલ નગર સુધી મોકલવા માટે આર્થિક મદદ કરી. અહીં તેમને યુટ્યુબ પર રાઉ IAS સ્ટડી સર્કલ અંતર્ગતનાના ડેઈલી ન્યૂઝ સિમ્પ્લિફાઇડ (DNS) ક્લાસ વિશે માહિતી મળી.
UPSCમાં મેળવ્યો 884મો રેન્ક
UPSC Success Story : ડેઇલી ન્યૂઝ સિમ્પ્લિફાઇડ દેશભરમાં UPSC ઉમેદવારોને કરેન્ટ અફેયર્સની તૈયારીમાં મદદ કરવા માટે વિનામૂલ્યે કાર્ય કરે છે. તેની મદદથી હેમંત પારીકને આ પરીક્ષામાં સફળતા મળી. તેમણે સિવીલ પરીક્ષાને પાસ કરી અને 884મો રેન્ક મેળવ્યો છે. રાઉના અભિષેક ગુપ્તાનું કહેવું છે કે ઓનલાઈન કંપાસ લાઈબ્રેરી દ્વારા તમામ યુપીએસસીના વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ મેળવવાની તક આપવામાં આવે છે.
more article : UPSC Success Story : મેડિકલના અભ્યાસની સાથે તૈયારી કરી UPSCમાં મેળવ્યો 203મો રેન્ક, પહેલા પ્રયાસમાં તરુણા કમલ બની IAS ઑફિસર