UPSC Success Story : નિષ્ફળ થવા છતાં હાર ના માની, ગુરુગ્રામની દીકરીએ UPSC ક્રેક કરી મેળવ્યો 170મો રેન્ક
UPSC Success Story : યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ 16 એપ્રિલે બહાર પાડ્યું હતું. તેમાં ગુરુગ્રામમાં રહેતા સુમન યાદવે પરીક્ષા પાસ કરીને તેના માતા-પિતાનું સમ્માન વધાર્યું છે.
UPSC Success Story : પિતા બલવાન સિંહ યાદવ તેમની દિકરીની આ સફળતાથી ખુશ છે. 25 વર્ષની ઉંમરે સુમન યાદવે દેશની પ્રતિષ્ઠિત અને મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 170મો રેન્ક મેળવીને સફળતાનો પરચમ લહેરાવ્યો છે.
બીજા પ્રયાસમાં મળી રાહત
UPSC Success Story : કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી…આ કહેવતને સુમન યાદવે સાબિત કરી બતાવી છે. ગુરુગ્રામના સરાય આલાવડીના રહેવાસી સુમન યાદવે બીજા પ્રયાસમાં વખતમાં આ સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું કે આ તેમનો બીજો પ્રયાસ હતો, પહેલા પ્રયાસમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
તેમણે કહ્યું કે પહેલીવાર સફળતા ન મળ્યા પછી તેમણે હિંમત ન હારી, પરંતુ પૂરા ઉત્સાહની સાથે તૈયારી કરી. તેમણે બીજા પ્રયાસમાં 170મો રેન્ક મેળવીને પરિવારની સાથે ગામનું નામ પણ રોશન કર્યું છે.
આ પણ વાંચો : HEALTH TIPS : મોટી-મોટી હસ્તીઓ સવારે ઉઠતા જ આ 5 વસ્તુઓનું કરે છે પાલન, સફળ થવું હોય તો જાણો ટિપ્સ
દિલ્હીથી જ કર્યો છે અભ્યાસ
UPSC Success Story : સુમન યાદવે ગુરુગ્રામથી જ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી B.Sc નો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન જ તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.
અખબાર અને ઈન્ટરનેટથી કરી તૈયારી
UPSC Success Story : આ વખતની પરીક્ષા માટે તેમણે ખૂબ જ મહેનત કરી અને પોતાની જાતને વધુ સારું કરવા માટેના પ્રયાસ કરતા રહ્યા. અખબાર અને ઇન્ટરનેટની મદદથી UPSCની તૈયારી કરી. તેમની સફળતા પર તેમના પિતાએ કહ્યું કે દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો તેમનું નામ રોશન કરે. તેમની આ શાનદાર સફળતાએ તેમનું સમ્માન વધાર્યું છે. પરિણામ આવ્યા બાદ ગામમાં ખુશીનો માહોલ છે.
MORE ERTICLE : Shribai Mataji : તાલાળામાં આવેલું છે શ્રીબાઈ ધામ, ધર્મને બચાવવા થયા હતા પ્રગટ, પરચા પૂરી કર્યા અદભૂત ચમત્કારો