UPSC Success Story : 4 વખત ફેલ થવા છતાં હાર ના માની, રાજસ્થાનની આ દીકરીએ સંજોગોને પરાસ્ત કરીને મેળવી ઝળહળતી સફળતા.

UPSC Success Story : 4 વખત ફેલ થવા છતાં હાર ના માની, રાજસ્થાનની આ દીકરીએ સંજોગોને પરાસ્ત કરીને મેળવી ઝળહળતી સફળતા.

UPSC Success Story : કહેવાય છે કે સાચી લગન એ સફળતાની પ્રથમ શરત હોય છે. જો સાચી લગનથી તમે પ્રયત્ન કરશો તો સફળતા એક દિવસ તમારા કદમ ચૂમશે. આ વાતને સાચી સાબિત કરે છે રાજસ્થાનના રહેવાસી મૃણાલિકા રાઠોડની કહાની. UPSC જેવી મુશ્કેલ પરીક્ષામાં સફળ થવાની તેમની જીદ્દ લાખો યુવાનો માટે પ્રેરણાદાયી છે.

UPSC સિવિલ સર્વિસ 2023નું ફાઈનલ રિઝલ્ટ 16 એપ્રિલ 2024ના રોજ જાહેર થયું છે. જેમાં કુલ 1016 ઉમેદવારોને સફળતા મળી છે. UPSC જેવી પરીક્ષાને પાસ કરનારા દરેક ઉમેદવાર સમાજ માટે ઉદાહરણ બની જાય છે. આમાંથી એક નામ 28 વર્ષના મૃણાલિકા રાઠોડનું પણ છે.

4 વખત UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની પ્રિલિમ પાસ કરવામાં નિષ્ફળ ગયેલા મૃણાલિકા રાઠોડે પાંચમી વખત સિવિલ સર્વિસ પરીક્ષામાં 125મો રેન્ક મેળવીને ઈતિહાસ રચ્યો છે. તેમની સફળતાની કહાની સામાન્ય નથી. તો ચાલો જાણીએ તેમના સંઘર્ષ વિશે વિગતવાર.

રાજસ્થાનના રહેવાસી છે મૃણાલિકા

UPSC Success Story : મૃણાલિકા રાઠોડ મૂળ રાજસ્થાનના નાગૌરના રહેવાસી છે. હાલમાં તેઓ તેમના પરિવારની સાથે જયપુરમાં રહે છે. ખૂબ જ સામાન્ય પરિવારના મૃણાલિકા રાઠોડના પિતા નાથુ સિંહ રાઠોડ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે. તેમની માતા ઉજ્જવલા રાઠોડ એક નાનકડી સ્કૂલ ચલાવે છે.

મૃણાલિકા રાઠોડના પરિવારે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આજે ભલે તેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ છે પરંતુ તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું છે. આમ છતાં તેમના માતા-પિતાએ તેમના બાળકોના શિક્ષણમાં કોઈ કસર નથી.

નાનપણથી જ અભ્યાસમાં ટોપર

UPSC Success Story : તેઓ બાળપણથી જ ભણવામાં હોશિયાર રહ્યા છે. તેમનું શરુઆતી શિક્ષણ જયપુરમાં થયું છે. તેઓએ વર્ષ 2010માં CBSE બોર્ડથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. તેમનું પરિણામ 10 CGPA રહ્યું હતું. આ પછી આર્ટસ સ્ટ્રીમમાંથી તેમણે વર્ષ 2012માં ધોરણ 12ની પરીક્ષા 95 ટકા માર્ક્સ સાથે પાસ કરી હતી. તેઓ ધોરણ 12માં જિલ્લામાં ટોપર રહ્યા છે.

UPSC Success Story
UPSC Success Story

દિલ્હીથી કર્યું ગ્રેજ્યુએશન

UPSC Success Story : સ્કૂલિંગ પછી મૃણાલિકા રાઠોડ હાયર એજ્યુકેશન માટે દિલ્હી ગયા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાં એડમિશન લીધું હતું. વર્ષ 2015માં અહીંથી ગ્રેજ્યુએશન કર્યા પછી બે વર્ષ સુધી Teach For India Fellow તરીકે દિલ્હીની એક સરકારી સ્કૂલમાં બાળકોને ભણાવ્યા. આ પછી 2017માં તેઓ જયપુર પાછા ગયા.

તેઓ શરૂઆતથી જ સામાજિક કાર્યમાં જવા માંગતા હતા. ગ્રેજ્યુએશન પછી તેમણે NGO દ્વારા ડેવલોપમેન્ટ સેક્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : અંકરાશિ : આયો રે શુભ દિન આયો રે ! આજે આ જન્મતારીખવાળા લોકો પર થશે રૂપિયાનો વરસાદ

ટોણાનો આપ્યો જવાબ

UPSC Success Story : તેમણે જણાવ્યું કે તેમના પિતા ઈચ્છતા હતા પરંતુ તેઓ શરૂઆતથી જ UPSCમાં જવા માંગતા ન હતા. સમાજ માટે કંઇક સારું કરવાની ઇચ્છાએ તેમને સિવિલ સર્વિસમાં જોડાવાની પ્રેરણા આપી. થોડા વર્ષો પહેલા તેમને કોઈએ કહ્યું હતું કે… તમે શું કોઈ કલેક્ટર છો… તે પછી મૃણાલિકા રાઠોડે નક્કી કર્યું કે તેઓ નિષ્ફળતાથી હાર નહીં માને અને UPSC પાસ કરીને બતાવશે.

UPSCની કરી તૈયારી

UPSC Success Story : તેઓ જણાવે છે કે તેમના પિતાનું સપનું હતું કે તેમની દિકરી IAS બને કારણ કે તેઓ પોતે પણ IAS બનવા માંગતા હતા પરંતુ આર્થિક કારણોસર તેમનું સપનું પૂરું ન કરી શક્યા. મૃણાલિકા રાઠોડે UPSCની તૈયારી ઘરે જ શરૂ કરી દીધી. તેમણે ક્યારેય કોઈ કોચિંગ લીધું નહીં, ઘરેથી ઓનલાઈન અભ્યાસ કરીને અને NCRET અને અન્ય પુસ્તકોમાંથી નોટ્સ બનાવીને તૈયાર કરી.

UPSC Success Story
UPSC Success Story

4 પ્રયાસોમાં મળી નિષ્ફળતા

UPSC Success Story : જોકે, તેમને તેમના પ્રથમ ચાર પ્રયાસોમાં નિષ્ફળતા જ મળી હતી. તેઓ પ્રિલિમ્સમાં પણ પાસ થઈ શકતા ન હતા. તે દરમિયાન તેમણે બે વખત RPSC દ્વારા લેવામાં આવતી RAS પરીક્ષા માટે પણ પ્રયાસ કર્યો હતો.

નિષ્ફળતાઓથી ન માની હાર

UPSC Success Story : સતત નિષ્ફળતાઓ છતાં પણ તેઓએ હાર ન માની અને UPSCની તૈયારી ચાલુ રાખી. તેઓ જણાવે છે કે પરિવારે તેમને ખૂબ જ સપોર્ટ કર્યો. વર્ષ 2023માં તેમના પાંચમા પ્રયાસમાં તેમને સફળતા મળી અને તેમને 125મો રેન્ક મળ્યો. મૃણાલિકા તેમની સફળતાનો શ્રેય તેમના માતા-પિતા અને કેટલાક ખાસ મિત્રોને આપે છે.

more article  : IPO : આ કંપનીના IPOની ગ્રે માર્કેટમાં ધૂમ, શેરના લિસ્ટિંગ પર આપશે બમ્પર રિટર્ન…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *