UPSC Success Story : IITથી B.Tech કર્યું, સરકારી નૉકરી કરવાની સાથે પાસ કરી UPSC એક્ઝામ, હવે બનશે IRS..

UPSC Success Story : IITથી B.Tech કર્યું, સરકારી નૉકરી કરવાની સાથે પાસ કરી UPSC એક્ઝામ, હવે બનશે IRS..

UPSC Success Story : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ તાજેતરમાં જ વર્ષ 2023ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે, જેમાં કુલ 1016 ઉમેદવારોને સફળતા મળી છે. તેમાંથી એક છે ઉત્તર પ્રદેશના રહેવાસી આયુષ શ્રીવાસ્તવ. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં આયુષ શ્રીવાસ્તવે 327મો રેન્ક મેળવ્યો છે. તેઓ IRS એટલે કે ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસ (Indian revenue services)માં જોડાય તેવી શક્યતા છે.

UPના દેવરિયાના રહેવાસી છે આયુષ

UPSC Success Story : આયુષ શ્રીવાસ્તવનો પરિવાર ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો રહેવાસી છે. અહીં ભટની બ્લોકની ઘાંટીમાં તેમનું ઘર આવેલું છે, પરંતુ હાલમાં તેમનો પરિવાર ફરીદાબાદમાં રહે છે. આયુષ શ્રીવાસ્તવના પિતા પ્રદીપ કુમાર શ્રીવાસ્તવ કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર પદ પર કાર્યરત છે. તેમના દાદા તારકેશ્વર લાલ શ્રીવાસ્તવ મુખ્ય શિક્ષક હતા.

IIT BHUથી કર્યું છે B.Tech

UPSC Success Story : આયુષ શ્રીવાસ્તવે પ્રાથમિક શિક્ષણ DPS ફરીદાબાદથી મેળવ્યું છે. આ પછી તેમણે 2022માં IIT BHUમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું. આયુષ શ્રીવાસ્તવ જણાવે છે કે, 2022માં તેમણે પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપી. તેમણે તેમના પ્રથમ પ્રયાસમાં પ્રી અને મેઈન્સ એક્ઝામ ક્લીયર કરી, પરંતુ ઈન્ટરવ્યુમાં તેઓ સફળ થયા નહીં.

આ પણ વાંચો : Weather Update : ગુજરાતના વાતાવરણમાં ભયાનક મોટી ઉથલપાથલ થશે, આવી છે નવી આગાહી.

હરિયાણા PCS 2022 ક્લિયર કરી

UPSC Success Story : તેઓ કહે છે કે, નિષ્ફળતા પછી તેઓને ઘબરાહટ થઈ, પરંતુ તેમણે હાર ન માની. આ દરમિયાન તેમણે હરિયાણા પીસીએસ 2022ની પરીક્ષા આપી અને સફળતા મેળવી. બીડીઓના પદ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.

નોકરીની સાથે ચાલું રાખી તૈયારી

નોકરી મળ્યા બાદ પણ તેમણે પોતાની તૈયારી બંધ ન કરી અને યુપીએસસીની તૈયારી ચાલુ રાખી. વર્ષ 2023માં UPSC પરીક્ષામાં તેમણે પ્રી અને મેઈન્સ બંને ક્લિયર કર્યા બાદ ઈન્ટરવ્યુ માટે જોરશોરથી તૈયારી કરી. અંતે જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેમનું સિલેક્શન થઈ ગયું.

UPSC Success Story
UPSC Success Story

કેવી રીતે કરી UPSCની તૈયારી

આયુષ શ્રીવાસ્તવ કહે છે કે, કોવિડ દરમિયાન તેમને યુપીએસસીની તૈયારી કરવા માટે ઘણો સમય મળ્યો. આ સમય દરમિયાન તેમણે ઓનલાઈન અને યુટ્યુબ દ્વારા સખત અભ્યાસ કર્યો, જેના કારણે તેમણે પહેલા પ્રયાસમાં જ પ્રી અને મેઈન્સ બંને પરીક્ષાઓ પાસ કરી.

UPSC Success Story : તેઓ જણાવે છે કે, પ્રોપર સ્ટ્રૈટજી બનાવીને ઓનલાઈન તૈયારી કરી શકાય છે. પોતાના જૂના દિવસોને યાદ કરતાં તેમણે કહ્યું કે તેઓ કલાકો સુધી ઓનલાઈન અભ્યાસ કરતો હતો, તેમણે કોઈ કોચિંગ કર્યું નથી.

 MORE ARTICLE : Surat : હટકે અંદાજ ! સુરતના એક્શનવાળા ચાચા પાસે ડોલી ચા વાળો ઝાંખો પડશે, જુઓ વીડિયો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *