UPSC CSE : પાટીદાર યુવક સ્મિત પટેલ UPSCમાં ઝળક્યો, ઈન્ટરવ્યુમાં દારૂબંધીના પ્રશ્ને બરાબરની પરીક્ષા થઈ, વાંચો તેના વિશે તમામ વાતો..

UPSC CSE : પાટીદાર યુવક સ્મિત પટેલ UPSCમાં ઝળક્યો, ઈન્ટરવ્યુમાં દારૂબંધીના પ્રશ્ને બરાબરની પરીક્ષા થઈ, વાંચો તેના વિશે તમામ વાતો..

UPSC CSE : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની ફાઇનલ પરીક્ષામાં આ વખતે ગુજરાતના 25 ઉમેદવાર પાસ થયા છે. બીજી સૌથી મહત્વની વાત આ વખતે એ છે કે આ 25માં 8 પાટીદાર યુવકો પાસ થયા છે. જેમાં એક અરવલ્લી જિલ્લાના ધરમેડા કંપા ગામનો સ્મિત પટેલ પણ છે.

UPSC CSE : ગુજરાતી જાગરણે સ્મિત પટેલે સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ પોતાને ફાઈલન ઈન્ટરવ્યુમાં કેવા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા તે અંગે પણ વાત કરી હતી. સ્મિત રોજ સાતથી આઠ કલાક મહેનત કરતો હતો. તેમાય ક્યારેક તો 10-10 કલાક વાંચતો હતો.

UPSC CSE : સ્મિત પટેલનું મુળ વતન આમ તો અરવલ્લી જિલ્લાનું ધરમેડા કંપા ગામ, પણ હાલ તેમનો પરિવાર મુંબઈમાં રહે છે. તેમના પિતાને મુંબઈમાં બિઝનેસ હોવાથી પરિવાર અહીં રહે છે. આથી ફાઈનલ ઈન્ટરવ્યુમાં તેને દારુબંધી વિશે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી છે અને તમે મહારાષ્ટ્રમાં રહો છો ત્યાં દારુબંધી નથી તો ગુજરાતમાં શું કરવું જોઈએ.

UPSC CSE
UPSC CSE

આ પણ વાંચો : Mutual fund : આ મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને એક વર્ષમાં બનાવ્યા માલામાલ, થયો સંપત્તિમાં અધધ વધારો..

UPSC CSE : આનો તેણે બેલેન્સ જવાબ આપ્યો હતો. ત્યારે બાદ સ્મિતને ફરી કહેવામાં આવ્યું કે આ તો બેલેન્સ જવાબ છે પરંતુ નવું રાજ્ય બનાવાનું હોય અને તેનો ડ્રાફ્ટ તારે બનાવવાનો હોય તો આ અંગે તારું શું કહેવું છે. જેના જવાબમાં સ્મિતે કહ્યું હતું કે બ્રાન્ડેડ લીકરને છૂટ આપવી જોઈએ.

UPSC CSE : કારણ કે લિમિટેડ માત્રામાં પીવાથી તે શરીરને નુકસાન કરતો નથી. વળી આનાથી રાજ્યને રેવન્યુ પણ સારી એવી મળશે જેથી વિકાસના કામો પણ થઈ શકશે. પરંતુ દેશી દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી લઠ્ઠાકાંડ ન સર્જાય. આવો સ્મિત પટેલ વિશે તેણે જ જણાવેલી વિગતો વિસ્તારથી જાણીએ.

નામ: સ્મિત પટેલ.
પિતાનું નામ: નવનીતભાઈ ધનજીભાઈ પટેલ, બિઝનેસમેન.
માતાનું નામ: જ્યોશનાબેન પટેલ, હાઉસ વાઈફ.
ઉંમર: 27 વર્ષ
મુળ વતન: ધરમેડા કંપા ગામ, હાલ મુંબઈ.
અભ્યાસ: બીટેક મિકેનિકલ
કેટલો સમયથી તૈયારી કરતા હતા: 4 વર્ષથી
પરિવાર વિશે: મોટી બહેન બાળકોની ડોક્ટર છે.
ફેવરિટ ફૂડ: છોલે ભટૂરે
ફેવરિટ સ્થળ: બીચ પસંદ છે.
ફ્રી સમયમાં શું કરો છો: ગિટાર વગાડું છું અને ફિટનેસ પર ધ્યાન આપું છું આથી એક્સર સાઈઝ કરું છું.

more article : Share Market : રોકાણકારો લિસ્ટ જોઈ લો, જો એલોન મસ્ક ભારત આવશે તો આ કંપનીઓના શેર બનશે રોકેટ, થશે મોટી કમાણી..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *