ગુજરાત નો આ સુરક્ષિત કિલ્લો…જ્યાં 300 ફૂટ ઊંડા ખાડામાં મગરો કરતા હતા કિલ્લાની રક્ષા…જુઓ તસવીરો

ગુજરાત નો આ સુરક્ષિત કિલ્લો…જ્યાં 300 ફૂટ ઊંડા ખાડામાં મગરો કરતા હતા કિલ્લાની રક્ષા…જુઓ તસવીરો

ઉપરકોટ કિલ્લો જૂનાગઢની પૂર્વમાં આવેલો ઉપલો કિલ્લો છે. આ કિલ્લો 2300 વર્ષથી વધુ જૂનો છે, કેટલીક જગ્યાએ કિલ્લામાં 20 મીટર સુધીની દિવાલો બનાવવામાં આવી છે. દિવાલોની અંદર 300 ફૂટ ઊંડો ખાડો હતો, જે કિલ્લાના રક્ષણ માટે મગરોને રાખવા માટે બનાવવામાં આવ્યો હતો.

મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી હતી અને તે ગુપ્ત સામ્રાજ્ય સુધી મહત્વનું રહ્યું હતું. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની મૈત્રકકાળ દરમિયાન જુનાગઢથી વલભીમાં ખસેડાતા નગરે તેનું મહત્વ ગુમાવ્યું. ઇ.સ. ૮૭૫માં ચુડાસમા વંશે જુનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી વંથલીનો કબ્જો કરી શાસન સ્થાપ્યું હતું.

ચુડાસમા શાસક રા’ ગ્રહરિપુએ (શાસન આશરે ૯૪૦-૯૮૨) જૂના કિલ્લાની સાફ-સફાઇ કરાવી હતી. હેમચંદ્રના ગ્રંથ દવ્યશ્રય અનુસાર ગ્રહરિપુએ હાલના કિલ્લાનો પાયો નાખ્યો હતો.

તમે આ કિલ્લાના પરિસરમાં બનેલા પગથિયાં અને ગુફાઓ પણ જોઈ શકો છો. ઉપરકોટ કિલ્લો લગભગ 2300 વર્ષ પહેલા બાંધવામાં આવ્યો હતો.

અહીં અનેક સો વર્ષ જૂની તોપો જોવા માટે હાજર છે. કિલ્લાની અંદર બે સૌથી મોટી તોપો 2 છે. આને નીલમ અને માણેક કહે છે.

આ કિલ્લામાં એક ખાઈ પણ છે જે ઓછામાં ઓછી 300 ફૂટ ઊંડી છે. કહેવાય છે કે આ જગ્યા મગરથી ભરેલી હતી. કોઈપણ દુશ્મન કિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરતો હોય તો આ ખીણ માં જ દમ તોડી નાખતો હતો.

ઉપરકોટ કિલ્લામાં બુદ્ધ ગુફાઓ અને એક પ્રાચીન મસ્જિદ પણ છે. આ 15મી સદીની જામા મસ્જિદ છે. નુરી શાહની કબર પણ અહીં છે.ઉપરકોટ કિલ્લાના પરિસરમાં એક ચોરસ તળાવ પણ છે, જેને નવાબી તળાવ કહેવામાં આવે છે.

દંતકથા મુજબ, કાં તો રાજા રા’ ગ્રહરિપુ એ આ કિલ્લાની પુનઃ શોધ કરી હશે અથવા તો તેનું ફરીથી બાંધકામ કરવાયું હશે. જોકે કિલ્લા ને ત્યારબાદ છોડી દેવામાં આવ્યો હતો અને રાજા ગ્રહરિપુ પછીના શાસક રા’ નવઘણ એ ફરીથી શોધી કાઢ્યો હતો, જેને પોતાની ચુડાસમા રાજધાની વંથલી થી ત્યાં જુનાગઢ ફેરવી હશે ઉપરકોટની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઉપરકોટ કિલ્લાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચેનો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *