વાહ સુરતી વાહ…સુરત મોટા વરાછામાં યોજાયા અનોખા લગ્ન, પોલીસ બેન્ડ, બળદગાડા સાથે નીકળી ભવ્ય જાન, જુઓ વિડિઓ…

વાહ સુરતી વાહ…સુરત મોટા વરાછામાં યોજાયા અનોખા લગ્ન, પોલીસ બેન્ડ, બળદગાડા સાથે નીકળી ભવ્ય જાન, જુઓ વિડિઓ…

સુરત શહેરના મોટા વરાછા ના સુદામાચોક વિસ્તાર માં સૌથી એક અનોખી જાન જોવા મળી છે. આ જાનમા બેન્ડવાજાની જગ્યાએ પોલીસ બેન્ડ,બગીની જગ્યાએ બળદગાડુ, ચાંદલાની રકમ સેવાકીય પ્રવુતિ માં વાપરવાનો નિર્ણય લઇ અને જય જવાન અને જય કિસાનના નાદ સાથે દેશ ભકિતના સુરે અને અશ્વ સંગ મોટા વરાછાના સુદામા ચોક પર જાન નીકળી હતી.

સામાજીક પ્રવુતિ સાથે જોડાયેલા અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રોનક ઘેલાણીએ પોતાના લગ્નને કઇક અલગ જ યાદગાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. જેમા 2 બળદગાડા, 15 જેટલા અશ્વસવારો, 40 જેટલી ડેકોરેશન કરેલી ઇકોથી લઇને BMW, ઓડી સુધીની કાર અને પોલીસ બેન્ડ સૌ કોઈ નું આકર્ષણનુ કેન્દ્ર બન્યુ હતું.

પરંતુ આ 40 જેટલી કાર માં જાનૈયાઓ બેઠા હતા અને વરરાજા તો દેશી બળદગાડામા બેસીને સૌ કોઈ લોકોને પોતાની જુની યાદોને તાજી કરાવી હતી.

ઘેલાણી પરીવાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ ચાંદલાની રકમ સેવાકીય પ્રવુતિમાં આપવામા આવી હતી. જેમા શ્રી ગોરક્ષનાથ આશ્રમ જુનાગઢ ખાતે ચાલતા અન્નક્ષેત્રમા ૧૧,૦૦૦નુ અનુદાન, કરુણા ચેરીટેબલ ટ્રસ્ટને ૨૧૦૦૦ નુ અનુદાન, ગૌકુળ ચેરીટેબલ ટ્રસ્ટને ૧૧,૦૦૦, ગૌકુળ પરીવારને ૧૧,૦૦૦નુ અનુદાન અને ગુજરાત પોલીસ બેન્ડ ને ૧૫,૦૦૦ ની રકમ આપી અનોખી પહેલ કરવામાં આવી હતી.

ગોરક્ષનાથ આશ્રમ જુનાગઢ ના મહંત શેરનાથ બાપુ ગુરુ ગોરખનાથ સ્વયં હાજર રહી ને આર્શીવાદ આપ્યા હતા. આ લગ્નપ્રસંગે ગુજરાત અને દેશ વિદેશ માં પ્રખ્યાત એવા લોકગાયિકા અલ્પા પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.

આ લગ્ન પ્રસંગમા શ્રી ગોરક્ષનાથ આશ્રમના મહંત પીરયોગી શ્રી શેરનાથ બાપુ, કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઇ સવાણી,આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા,શ્રી સૌરાષ્ટ્ર્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, શ્રી ખોડલધામ સુરતના કન્વીનર ધાર્મીક માલવીયા, ગુજરાત પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા અને અન્ય અનેક રાજકીય -સામાજિક મહાનુભાવોએ આ અનોખા લગ્ન પ્રસંગ માં હાજરી આપી આ ભવ્ય વિશેષ લગ્ન સમારોહને વધાવ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published.