અનોખું ગામ : દેશમાં એક એવું ગામડું..જ્યાં લોકો શબ્દોથી નહીં સિટી મારીને કરે છે વાતચીત, નામ જાણી આશ્ચર્યચકિત થશો..

અનોખું ગામ : દેશમાં એક એવું ગામડું..જ્યાં લોકો શબ્દોથી નહીં સિટી મારીને કરે છે વાતચીત, નામ જાણી આશ્ચર્યચકિત થશો..

અનોખું ગામ : શું તમે ક્યારેય એવા કોઈ ગામનું નામ સાંભળ્યું છે જ્યાં કોઈ ભાષાથી કમ્યુનિકેશન થવાની જગ્યાએ લોકો એકબીજા સાથે સિટી દ્વારા વાતચીત કરે છે. એટલે કે શબ્દોથી નહીં પરંતુ સિટીથી વાત કરે છે. નવાઈ લાગી ને?.

અનોખું ગામ : શું તમે ક્યારેય એવા કોઈ ગામનું નામ સાંભળ્યું છે જ્યાં કોઈ ભાષાથી કમ્યુનિકેશન થવાની જગ્યાએ લોકો એકબીજા સાથે સિટી દ્વારા વાતચીત કરે છે. એટલે કે શબ્દોથી નહીં પરંતુ સિટીથી વાત કરે છે. નવાઈ લાગી ને? પણ બિલકુલ સાચી વાત છે. આપણા ભારત દેશમાં જ એક ગામ છે જ્યાં લોકો સિટી વગાડીને વાતચીત કરે છે. જાણો તેના વિશે.

અનોખું ગામ : આમ તો ભારતમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે પરંતુ જો કોઈ અનોખી જગ્યાની વાત કરીએ તો તમને આનાથી વધારે ચડિયાતી એક પણ નહીં મળી શકે. આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવીશું જે શબ્દોથી નહીં પરંતુ સિટીઓથી એકબીજા સાથે વાતચીત કરે છે. આ ગામ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયના શિલોંગની પાસે આવેલું છે. અહીં ફરવા માટે લોકો જરૂર જાય છે.

અનોખું ગામ
અનોખું ગામ

કયું છે ગામ

આ ગામનું નામ કોંગથોંગ છે જે મેઘાલયના પાટનગરથી ફક્ત 60 કિમી દૂર છે. આ ગામને ‘વ્હિસલિંગ વિલેજ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં લોકો એકબીજા સાથે શબ્દોથી નહીં પરંતુ સિટીઓ મારીને વાતચીત કરે છે. આ જગ્યા પૂર્વ ખાસીની પહાડીઓમાં આવેલી છે.

આ પણ વાંચો : Botad Accident : બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત..

પરંપરા

કોંગથોંગ ગામની એક અનોખી પરંપરા છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં બે નામવાળા લોકો રહે છે. એક સાધારણ નામવાળો તો બીજો ધૂનવાળા. ધૂનવાળા વ્યક્તિના બે રૂપ છે- પહેલો લાંબું ગીત અને બીજું નાનું ગીત. અત્રે જણાવાવવાનું કે પહેલી ધૂન એ છેકે જે માતા તેના બાળકોને આપે છે અને આ ધૂનનો ઉપયોગ પરસ્પર વાતચીત માટે થાય છે.

અનોખું ગામ
અનોખું ગામ

અનોખું ગામ : જ્યારે બીજી ધૂન એ છે જેને ગામના વડીલો બનાવે છે, જેનો ઉપયોગ તેઓ પોતે કરે છે, પરંતુ સાથે ગામના અન્ય લોકોને બોલાવવા માટે પણ કરે છે. એનો અર્થ એ થયો કે આ ગામમાં વાતો તમને ઓછી સંભળાશે પરંતુ ધૂન સૌથી વધુ સાંભળવા મળશે. અહીં સવારથી સાંજ સિટીઓ જ સાંભળવા મળે છે.

આ પણ વાંચો : Health Tips : સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો..

આ રીતે શરૂ થઈ પરંપરા

એક પ્રાચીન પરંપરા મુજબ એક વખત રસ્તામાં બે પ્રકારના મિત્રો જઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર હુમલો કરી નાખ્યો. તેમાંથી એક મિત્ર હુમલાખોરોથી બચવા માટે એક ઝાડ પર ચડી ગયો. બચવા માટે એક મિત્રએ પોતાના બીજા મિત્રને બોલાવવા માટે અનેક અવાજોનો પણ ઉપયોગ કર્યો. આ અવાજને તેના મિત્રએ સમજી લીધો અને તેમને બદમાશોથી બચાવી લીધા. ત્યારથી આ પરંપરા શરૂ થઈ.

અનોખું ગામ
અનોખું ગામ

MORE ARTICLE : Investments : રોકાણ કરવા અને દર મહિને સારી આવક મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ કહેવાય છે આ 4 વિકલ્પો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *