અનોખું મંદિર : વિદેશોમાં છે ભારતીય મંદિરો,જ્યાં હિન્દુઓ કરતા વિદેશી લોકો લે છે વધુ મુલાકાત જુઓ તસ્વીરો..

અનોખું મંદિર  : વિદેશોમાં છે ભારતીય મંદિરો,જ્યાં હિન્દુઓ કરતા વિદેશી લોકો લે છે વધુ મુલાકાત જુઓ તસ્વીરો..

અનોખું મંદિર :  હિન્દુ દેવી-દેવતાઓના મંદિર માત્ર ભારતમાં જ નથી પરંતુ દુનિયાભરમાં સ્થાપિત છે. એ પણ ખાસ વાત છે કે, આ મંદિરોમાં હિન્દુઓ કરતા વિદેશી લોકો વધુ આવે છે. આ મંદિરો આસ્થાની સાથે પર્યટક માટે મોટું કેન્દ્ર છે. તો ચાલો આજે આપણે વિદેશમાં આવેલા મંદિરો વિશે વાત કરીએ.

અનોખું મંદિર
અનોખું મંદિર

અંકોરવાટ મંદિર,(કંબોડિયા)

આ મંદિરનું નિર્માણ અંદાજે 12મી સદીમાં કંબોડિયાના ખમેર રાજા સૂર્યવર્મણા દ્રિતિયાએ કરાવ્યું હતુ. જે દુનિયાના સૌથી મોટા ધાર્મિક સ્મારકોમાંથી એક માનવામાં આવે છે.

અનોખું મંદિર
અનોખું મંદિર

સ્વામીનારાયણ મંદિર લંડન

આ મંદિરનું ઉદ્ધાટન 1995માં કરવામાં આવ્યું હતુ. જેની દેખરેખ બોચનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા કરે છે. કહેવાય છે કે, આ મંદિરના નિર્માણમાં જે પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પહેલા ક્યારેય કોઈ હિંદુ મંદિરના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

અનોખું મંદિર
અનોખું મંદિર

રાધા-માધવ ધામ (ટેક્સાસ, અમેરિકા)

આ પણ વાંચો : Devi-devta : કુળ દેવતા,ગ્રામ દેવતા અને ઈષ્ટ દેવતા વચ્ચે હોય છે શું તફાવત?જાણો કેમ કરાય છે પૂજા…

આ મંદિર અંદાજે 3300 વર્ગ મીટરના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. જેની સ્થાપના સ્વામી પ્રકાશાનંદાએ 1990માં કરી હતી. આ મંદિરના ગુંબજની ઉંચાઈ અંદાજે 90 ફીટ છે.

અનોખું મંદિર
અનોખું મંદિર

મુરુગન મંદિર

મુરુગન મંદિર ઓસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં સ્થિત છે. આ મંદિર પહાડોના દેવતા ભગવાન મુરુગનનું છે. જો તમારે આ મંદિરના દર્શન કરવા છે તો તમારે ન્યુ સાઉથ વેલ્કના પહાડો પર જવાનું રહેશે. આ મંદિર હિન્દુઓનું લોકપ્રિય સ્થળ છે.

અનોખું મંદિર
અનોખું મંદિર

BAPS સ્વામિનારાયણ મંદિર (અબુ ધાબી)

અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે. BAPS દ્વારા બનાવવામાં આવેલ આ હિન્દુ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. આ મંદિરનું કામ વર્ષ 2019થી શરું થયું છે.અબુ મુરીખા વિસ્તારમાં સ્થિત આ હિન્દુ મંદિર અંદાજિત 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

more article : BAPS Hindu Mandir : અબુ ધાબીનું મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે, ઉદ્ઘાટન પહેલા નવી તસવીરો સામે આવી છે…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *