અનોખું મંદિર : કુતરા દાદાના આ મંદિરમાં ગાંઠિયાની પ્રસાદી ચઢાવવાથી ભક્તોની ભલભલી ઉધરસ મટી જાય છે,જાણો કુતરા દાદાનો ઇતિહાસ….
અનોખું મંદિર : આપણા ગુજરાતમાં બધા જ લોકોને દેવી-દેવતા પર શ્રદ્ધા હોય છે, એટલે જ મોટે ભાગે બધા જ લોકો રોજે રોજ મંદિરમાં દર્શને જતા હોય છે. આ બધા જ મંદિરોમાં ગયા પછી ભક્તો મનોકામનાઓ પણ માંગતા હોય છે અને દેવી-દેવતાઓના આશીર્વાદથી ભક્તોની તમામ મનોકામનાઓ પુરી થઇ જાય છે.
ચમત્કારિક કુતરા દાદાનું સ્થાનક
અનોખું મંદિર : આજે આપણે એવા જ એક કુતરા દાદાના મંદિર વિષે જાણીએ.આ મંદિર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં જસપરા ગામે એક જીવસેવા નામે એક તીર્થધામ આવેલું છે. જ્યાં આ ચમત્કારિક કુતરા દાદાનું સ્થાનક આવેલું છે.
માનતાથી ઉધરસ મટી જાય છે.
અનોખું મંદિર : આ કુતરા દાદાના મંદિરમાં માનતા માંગવાથી જે લોકોને ગમે તેવી ઉધરસ થઇ હોય તો પણ માનતાથી ઉધરસ મટી જાય છે. ઉધરસ મટી જતા અહીંયા ભક્તો પ્રસાદીમાં ગાંઠિયા ચડાવે છે.આ ગામના બધા જ લોકો જયારે નવી વાવણી થાય પછી ચોખા ઝારે છે અને જો કોઈ આમ ના કરે તો તેમને કુતરા દાદા પરચો આપે છે.
આ પણ વાંચો : success story : 14 વર્ષના બાળકે મજાક-મજાકમાં 4 મહિનામાં 18 લાખ રૂપિયા કમાઈ લીધા, ઇન્ટરનેટની મદદથી મળ્યું કામ…
અનોખું મંદિર : આ મંદિરમાં કુતરા દાદાનો ઇતિહાસ અંદાજિત ૬ સદીઓ જૂનો છે, જેમાં લાખો વણજારા અને તળાજાના ધરણ શેઠની વાત છે. લાખો માલસામાનની હેરફેરનું કામ કરતો હતો અને તેની પાસે પૈસાની કોઈ ખુટ નહતી. પણ એક વખતે તેમને તકલીફ પડી એટલે તેઓએ શેઠ પાસે ગયા અને પૈસા માગ્યા હતા.
કૂતરાને તેના માલિક લાખા પાસે મોકલ્યો.
લાખો વણજારો આ પૈસા લઈને નિકર્યો
અનોખું મંદિર : તો શેઠે પૈસા આપ્યા અને લાખો વણજારો આ પૈસા લઈને નિકર્યો અને તેમના કૂતરાને ત્યાં મુક્યો અને કહ્યું કે હું એક મહિના પછી પૈસા આપી જઈશ અને આ કૂતરાને લઇ જઈશ. થોડા દિવસ પછી શેઠના ઘરે ચોરી થઇ અને એ સમયે આ કૂતરાએ ચોરોને પકડવામાં શેઠની મદદ કરી તો તેનાથી ખુશ થઈને એક ચિઠ્ઠીમાં આ બધી વાત લખીને કૂતરાને તેના માલિક લાખા પાસે મોકલ્યો.
આ પણ વાંચો : Ram Mandir : રામ મંદિર અયોધ્યા છ દિવસમાં 19 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા, અયોધ્યા રામમય બની
એ જ વખતે લાખો પૈસા લઈને મહિનો પૂરો થાય એની પહેલા જ હું પૈસા આપી આવું તો પૈસા લઈને તેઓ શેઠ પાસે નીકળ્યા અને રસ્તામાં કૂતરો સામે મળ્યો હતો. આ જોઈને લાખાને એવું થયું કે તે શેઠ પાસેથી ભાગી આવ્યો એટલે કુતરા સામેથી મોઢું લાખાએ ફેરવી લીધું, આ જોઈને કુતરાએ તેનો જીવ આપી દીધો.
પછી ત્યાંથી લાખો શેઠ પાસે પૈસા આપવા ગયો અને ત્યાંથી શેઠે બધી વાત કરી તો લાખો રડવા લાગ્યો. જ્યાં કૂતરાએ તેનો જીવ ગુમાવ્યો હતો ત્યાં લાખો આવ્યો અને આ કૂતરાની સમાધિ તેને બનાવી. ત્યારથી આ સમાધિ આપણને અહીંયા જોવા મળે છે.
more article : Ram Mandir : મન કી બાત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમે કરોડો લોકોને એક સાથે જોડ્યા – PM મોદી