આસ્થાનું અનોખું ધામ : આ છે થરાદના માંગરોળનું 700 વર્ષ જૂનું શેણલ માનું મંદિર, જ્યાં પ્રસાદ લઇ જવા પર છે મનાઇ, જાણો ઇતિહાસ

આસ્થાનું અનોખું ધામ : આ છે થરાદના માંગરોળનું 700 વર્ષ જૂનું શેણલ માનું મંદિર, જ્યાં પ્રસાદ લઇ જવા પર છે મનાઇ, જાણો ઇતિહાસ

આસ્થાનું અનોખું ધામ : બનાસકાંઠા જિલ્લામાં રાજા રજવાડાઓના શાસન સમયના અનેક પૌરાણિક ચમત્કારિક મંદિરો આવેલા છે. જેમાંનું એક ચમત્કારી મંદિર બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક ગણાતા થરાદથી 12 કિલોમીટર દૂર માંગરોળ ગામમાં આવેલુ શેણલ માતાજીનું મંદિર છે.

અમર પ્રેમગાથા, અડગ આસ્થા

થરાદમાં બિરાજમાન શેણલ માતા

શેણી-વિજાણંદની પ્રેમકહાની

આસ્થાનું અનોખું ધામ
આસ્થાનું અનોખું ધામ

આસ્થાનું અનોખું ધામ : બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદના માંગરોળ ખાતે 700 વર્ષ પૌરાણિક શેણલ માતાજીનુ મંદિર આવેલું છે. મંદિરે અનેક ભાવિકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પુનમે મેળો ભરાય છે.

આ પણ વાંચો : Astro Tips : જો તમે તમારી વ્યવસાયને નવી ઉડાન આપવા માંગતા હોવ તો આ ઉપાયો અપનાવો,દિવસ દરમિયાન પ્રગતિ બમણી અને રાત્રે ચાર ગણી થશે…

મેળામાં બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી માઇ ભક્તો મંદિરે દર્શન કરી પોતાની મનોકામના માતાજી સામે વ્યક્ત કરે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને તે પ્રસાદ ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે.

આસ્થાનું અનોખું ધામ
આસ્થાનું અનોખું ધામ

લોકવાયકા પ્રમાણે આશરે 700 વર્ષ પહેલા કાઠિયાવાડના એક ગામમાં વેજા નામે ચારણ રહેતો હતો. તેને શેણબાઈ નામે એક પુત્રી હતી. શેણી અને વિજાનંદ બાળ૫ણથી લગ્ન માટે વચને બંઘાયેલા હતા. શેણી યુવાન થઈ ત્યારે વજા ચારણે વિજાનંદને 999ની નવ ચાદરી ભેંસો લાવવા કહ્યું.

ભેંસો આવતી અષાઢી બીજે લાવી આ૫વાની અને જો તે ના લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન નહી કરાવુ. વિજાનંદ ભેંસો લઈ ૫હોચી શક્યો નહીં. વાટ જોતી શેણી મધ્યરાત્રે નીકળી અને નકકી કર્યુ કે જો વિજાનંદ મળશે તો ઠીક નહિતર હીમાલય જઈને મારૂ હાડ ગાળી નાખીશ. પણ લગ્ન કરીશ નહીં.

આ પણ વાંચો : Surat ના ટેક્સટાઈલ વેપારીઓની સુંદર ભક્તિ! ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડીઓ બનાવી, જાણો પહેરવા પર કેમ પ્રતિબંધ?

શેણીએ હિમાલયનો માર્ગ ૫કડયો ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ ૫ર રાતવાસો કરી સવારમાં દાતણ કરીને તેની ચીરી જમીનમાં ઉભી કરી ત્યાં જાંબુડો ઉગ્યો અને તે જાંબુડો હાલમાં પુજાય છે. સમય જતા તે સ્થળ પર મંદિર બનાવવામાં આવ્યુ અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે. હાલ મંદિરે દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા આવી ધન્ય થાય છે.

 

આસ્થાનું અનોખું ધામ
આસ્થાનું અનોખું ધામ

બનાસકાંઠાના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પુનમે મેળો ભરાય છે. બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિકો માતાજીના દર્શને આવી ધન્ય થાય છે. માતાજીની માનતા રાખ્યા પછી વર્ષો બાદ ઘરે પુત્રરત્નનો જન્મ થયા પછી આખા પરિવારની આસ્થા અતૂટ થઈ અને નિયમિત માતાના દર્શને આવી પોતાનુ ઋણ ચુકવવાની ભાવના ભાવિકોમાં છે.

આસ્થાનું અનોખું ધામ
આસ્થાનું અનોખું ધામ

આસ્થાનું અનોખું ધામ : અનેક માઇ ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે. પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે. તે ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. પરિવાર સાથે બાળપણથી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા આસ્થા અતૂટ છે.

 

આસ્થાનું અનોખું ધામ
આસ્થાનું અનોખું ધામ

આસ્થાનું અનોખું ધામ : હાથ, પગ, આંખો, તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ, ચાંદીના પગ, ચાંદીની પુતળી અને ચાંદીની આંખો ચઢાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. નવ પરણિત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોક વાયકા છે. ભક્તો બાધા આખડી રાખે છે અને તમામની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. શેણલ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાત અને અન્ય રાજ્યમાંથી દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે.

 

આસ્થાનું અનોખું ધામ
આસ્થાનું અનોખું ધામ

આસ્થાનું અનોખું ધામ :  મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જમવાની અને દર્શન કરવામાં કોઈ હાલાકી ના પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. નિસંતાન દંપતિઓના ઘરે માતાજીની માનતા બાદ સાઈંઠ વર્ષે પારણા બંધાણા છે. અને માતાજીના અનેક પરચા ભાવિકોએ અને ગ્રામવાસીઓએ અનુભવ્યા છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. મંદિરમાં આવતા દાનના સહયોગથી 200થી પણ વધુ પશુઓની સાર સંભાળ કરવામાં આવે છે. મંદિર આજુબાજુના વિસ્તારોમાં ફરતી નિરાધાર ગાયોને ગૌશાળામાં આશ્રય આપવામાં આવ્યો છે અને ગાયોને સમયસર ઘાસચારો પૂરો પાડી મંદિર ટ્રસ્ટ અનોખું પુણ્યનુ કામ કરી રહ્યું છે.

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *