Bahuchar Maa : શંખલપુરમાં આવેલા બહુચર માતાના મંદિરની અનોખી કહાની, કે જ્યાં બહુચર માઁ તેના દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે..

Bahuchar Maa : શંખલપુરમાં આવેલા બહુચર માતાના મંદિરની અનોખી કહાની, કે જ્યાં બહુચર માઁ તેના દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે..

Bahuchar Maa : આજે અમે તમને શંખલપુરમાં બિરાજતા માં બહુચરના મંદિર વિષે જણાવીશું .આ ચમત્કારી મંદિરમાં ટોડા બહુચર માતાજી બિરાજે છે . આ મંદિર પર ભક્તોની ખૂબ આસ્થા છે . શંખલપુરને એક શક્તિપીઠ તરીકે ગણવામાં આવે છે . કારણ કે માં બહુચર અહી હાજર છે . આ મંદિરે ઘણી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે . લોકો પૂરી શ્રદ્ધાથી અને ભક્તિથી માં બહુચરના દર્શન કરવા માટે આવે છે .

Bahuchar Maa : માતાજીના મંદિરે આવતા દરેક ભક્તોની મનોકામના માં પૂરી કરે છે . માં બહુચર પોતાના દરવાજે આવતા દરેક ભક્તોને પોતાના બાળકો માનીને તેની મનોકામના પૂરી કરે છે . તો ભક્તો પોતાની માનતા પૂરી થતાં તે માતાજીને શ્રીફળ અને ચુંદડી ચઢાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે . આ મંદીર ખૂબ વિશાળ અને સુંદર છે .

Bahuchar Maa
Bahuchar Maa

આ પણ વાંચો : મૃત્યુ પછીનું શાસ્ત્ર : માણસના મૃત્યુ પછી 13 બ્રાહ્મણોને કેમ જમાડવા માં આવે છે, મૃતકને પણ જમવાની થાળી કેમ પીરસવામાં આવે છે??

Bahuchar Maa : આ મંદિર ઘણા વર્ષો જૂનું છે બહુચર માતાજીએ શંખલપુરમાં આ જગ્યાએ લોકોને સાક્ષાત દર્શન આપ્યા હતા . બહુચર માતાજીએ તેના ભક્તિને સાક્ષાત પરચો આપ્યો હતો . તેથી બહુચર માતાનું અહી વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું . આ મંદિરે દેશ વિદેશથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે માં તેના ભક્તોની વાત સાંભળે છે અને આશીર્વાદ આપે છે .

Bahuchar Maa
Bahuchar Maa

Bahuchar Maa : માતાજી પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે. એક લોકવાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામા આવેલા સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા ચારણ ને આંગણે ચાર દેવી બુટભવાની માતા, બલાડ માતા, બહુચર માતા, બાલવી માતાનો વિક્રમ સંવત ૧૪૫૧, ઈસવીસન ૧૩૯૫,‌ શાક સંવત ૧૩૧૭ અષાઢ સુદ ૨ ના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ ૧૫ ના દિવસે પ્રાગટ્ય થયો હતો અને તેમની બહેન વણજાર સાથે જતા હતા ત્યારે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો.

Bahuchar Maa
Bahuchar Maa

 

Bahuchar Maa : અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં સ્તન જાતે જ વાઢી નાખ્યાં. લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક (નામર્દ) બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી. હાલમાં ભારતમાં હીજડા (નપુંસક, નાન્યતર જાતિ) લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે, તેમને પોતાની આરાધ્ય દેવી માને છે.Bahuchar Maa : ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને “ત્રાગું” કહેવાય છે. ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે.

Bahuchar Maa
Bahuchar Maa

Bahuchar Maa : બહુચરાજી માતાનું મૂખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત ૧૮૩૫થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત ૧૮૩૯માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. ૧૫ મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. આ આખુયે મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો છે.

Bahuchar Maa : મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે. જ્યાં ગુજરાતના કેટલાયે લોકો અહીંયા આવીને પોતાના પુત્રનાં સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે. ઘણાં લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમકે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પુર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે.

more article : ma laxmi mandir : 15000 કિલો સોનામાંથી બનેલું છે આ માં લક્ષ્મીનું મંદિર, દરેક દુઃખ પુરા કરે છે માં લક્ષ્મી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *