Unique invitation card : અરે આ લગ્નનું કાર્ડ છે કે IPLની ટિકિટ ! કપલે IPLની થીમ પર બનાવ્યું લગ્નનું અનોખું ઇન્વિટેશન કાર્ડ.
Unique invitation card : તમિલનાડુના આવા જ એક કપલે તેમના લગ્નનું અનોખુ કાર્ડ છપાવ્યું છે જો જોઈને લોકો તેમના આઈડિયાના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ IPLની સિઝન ચાલી રહી છે. ત્યારે ફેન્સ તેમની ગમતી પાર્ટીને સપોર્ટ કરવા માટે કોઈ ટી-શર્ટ ખરીદે છે તો કોઈ ગાડી કે ઘર પર તેમની ફેવરિટ ટીમનું ચિત્ર પડાવે છે. ત્યારે આ કપલે જે કર્યું જુઓ અહીં..
Unique invitation card : લગ્ન એક ખાસ પ્રસંગ છે અને કેટલાક લોકો તેને ઉજવવા માટે કંઈક ખાસ કરવાનો પ્રયાસ કરે છે. તમિલનાડુના આવા જ એક કપલે તેમના લગ્નનું અનોખુ કાર્ડ છપાવ્યું છે જો જોઈને લોકો તેમના આઈડિયાના વખાણ કરી રહ્યા છે.
Unique invitation card : તમને જણાવી દઈએ કે હાલ IPLની સિઝન ચાલી રહી છે. ત્યારે ફેન્સ તેમની ગમતી પાર્ટીને સપોર્ટ કરવા માટે કોઈ ટી-શર્ટ ખરીદે છે, તો કોઈ ગાડી કે ઘર પર તેમની ફેવરિટ ટીમનું ચિત્ર પડાવે છે. ત્યારે તમિલના આ કપલે તેમની ગમતી ટીમના સપોર્ટ માટે કોઈ ચિત્ર નહી પણ IPLની ટિકિટ જ લગ્નનું કાર્ડ બનાવી દીધી.
IPLની ટિકિટ કે લગ્નનું કાર્ડ !
કપલે લગ્નના આમંત્રણ કાર્ડ પર IPLનો ટ્વિસ્ટ આપ્યો છે અને હવે લગ્નનું આ અનોખું આમંત્રણ કાર્ડ વાયરલ થયું છે અને તેમાં CSK લોગોની અંદર વર અને કન્યાનું નામ દર્શાવવામાં આવ્યું છે. આમંત્રણ IPL ટિકિટના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. વપરાયેલી ભાષા ક્રિકેટ મેચોથી પણ પ્રેરિત છે જેમાં “મેચ પ્રિવ્યુ” અને “મેચ પ્રિડિક્શન” જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ ફોટો વાયરલ
લગ્નના આમંત્રણનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને તેને 10 કલાકથી ઓછા સમયમાં 76,000થી વધુ લોકોએ લાઈક કર્યો છે. ફોટા સાથેના ટેક્સ્ટમાં દંપતી, ગિફ્ટલિન પર્સી અને માર્ટિન રોબર્ટને શુભેચ્છા પાઠવી હતી અને તેમના લગ્નની તુલના “fantastic partnership” સાથે કરી હતી.
યુઝર્સની પ્રતિક્રિયા
આ પોસ્ટમાં નવદંપતીઓ તેમના ફોટોગ્રાફ્સ દર્શાવતા ટ્રોફી જેવા કટ-આઉટ પોસ્ટર સાથે પોઝ આપતાં પણ દેખાઈ રહ્યા છે. યુઝર્સે કપલને અભિનંદન પાઠવ્યા છે અને સફળ જીવનની શુભેચ્છા પણ પાઠવી છે. એક યુઝરે ટિપ્પણી કરી, “સુંદર ભાગીદારી અને આવનારી ઇનિંગ્સ માટે શુભકામનાઓ.” બીજાએ કહ્યું: “આમંત્રણની ડાબી બાજુએ તે 5 સ્ટાર.”
આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 22 માર્ચે શરૂ થઈ હતી અને 26 મે સુધી ચાલશે. T20 ટૂર્નામેન્ટની 17મી આવૃત્તિ ભારતના 13 શહેરોમાં યોજાઈ રહી છે, જેમાં 10 ટીમો 74 મેચોમાં ભાગ લઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ એ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે છેલ્લી સિઝન દરમિયાન ગુજરાત ટાઇટન્સને હરાવીને તેનું પાંચમું ટાઇટલ જીત્યું હતું, અને ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સફળ ફ્રેન્ચાઇઝી તરીકે મુંબઇ ઇન્ડિયન્સ સાથે ટાઇટલ શેર કર્યું હતું.
MORE ARTICLE : STOCK MARKET : 37 રૂપિયાનો હતો IPO હવે શેરનો ભાવ પહોંચ્યો 1300ને પાર, ત્રણ વર્ષમાં આ કંપનીએ 1 લાખના કર્યા 36 લાખ, જાણો કંપની વિશે.