Umiya Mataji : કડીમાં ઉમિયા માતાજી મંદિરના રજત જયંતી મહોત્સવ પ્રસંગે ઉછામણીમાં 1 કરોડનું દાન, ભવ્ય ડાયરાનું પણ આયોજન કરાયું..

Umiya Mataji : કડીમાં ઉમિયા માતાજી મંદિરના રજત જયંતી મહોત્સવ પ્રસંગે ઉછામણીમાં 1 કરોડનું દાન, ભવ્ય ડાયરાનું પણ આયોજન કરાયું..

Umiya Mataji : કડીના ભાવપુરા સ્થિત શ્રીઉમિયા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા 25મા પાટોત્સવ રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 31મી મેના રોજ રજતજયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે. રજત જયંતિ મહોત્સવને લઈ અલગ-અલગ ધાર્મિક અને માંગલિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Umiya Mataji
Umiya Mataji

આ પણ વાંચો : Purvi Nanda UPSC : ગજબ! પપ્પાએ કહ્યું, દિકરી IAS બની જા અને પૂર્વી નંદાએ એક વર્ષમાં પાસ કરી બતાવી UPSC..

રજત જયંતિ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમને લઈ કડી થોળ રોડ કમળ સર્કલની સામે નગરપાલિકા મેદાનમાં ઉછામણી અને ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં ઉમા ભક્ત લોક ગાયક સાગર પટેલ અને સાહિત્યકાર સુખદેવ ગઢવી રમઝટ બોલાવી હતી.

Umiya Mataji
Umiya Mataji

આ રજત જયંતિ મહોત્સવની ઉજવણીમાં 1 કરોડ જેટલી દાનની સરવણી વહી હતી. જેમાં મુખ્ય પાટલાના યજમાન પદે પટેલ રાજેશ ઈશ્વરલાલ ડરણ કડી, તેમજ ભોજનના મુખ્ય દાતા તરીકે દિલીપભાઈ પટેલ (રાજા ઇન્ડસ્ટ્રીઝ) અને બળદેવ નાગરદાસ પટેલ હસ્તે જગદીશભાઈ (સુવર્ણ સિટી) અનુદાન આપી ભાગ લીધો હતો. માતાજીના રજત જયંતિ મહોત્સવમાં ઉછામણીમાં વિવિધ પાટીદાર અગ્રણીઓએ પોતાનું અનુદાન નોંધાવ્યું હતું.

Umiya Mataji
Umiya Mataji

more article : Shivji : ગુજરાતનું કાશી વિશ્વનાથ, જ્યાં છે શિવજીનું દુર્લભ સ્વરૂપ, ઊંટના પગનાં તળિયાં જેવો દેખાવ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *