દ્વારકા મંદિરમાં એક સાથે ફરકે છે બે ધજાઓ, પણ શું તમે જાણો છો તેની પાછળના આ રહસ્યને….
ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા મંદિર ખુબ જ જગવિખ્યાત છે આ મંદિર ગુજરાતના દરિયા કિનારા ઉપર આવેલું છે મંદિરમાં સાક્ષાત્ કૃષ્ણ ભગવાન બિરાજમાન છે આ મંદિરમાં અવાર નવાર ચમત્કાર જોવા મળતા હોય છે થોડા સમય પહેલા મંદિરની ધજા ઉપર વીજળી પડવાની ઘટના સામે આવી હતી પણ તેનાથી મંદિરને કોઈ નુકશાન થયું ન હતું દ્વારકા મંદિર એક સાથે બે ધજાઓ ફરકતી જોવા મળી હતી
મંદિરમાં સામાન્ય દિવસે એક ધ્વજા ઉતારીને બીજી ધ્વજા દ્વારકા મંદિર ના શિખર ઉપર ચડાવવામાં આવતી હોય છે પરંતુ થોડા સમય પહેલા દ્વારકા મંદિરના શિખર ઉપર એક સાથે બે ધજાઓ ફરકતી જોવા મળી હતી એક માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે વરસાદ તેમજ વાવાઝોડામાં ધ્વજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં પાછલાં થોડાક દિવસોથી ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગુલાબ વાવાઝોડાની અસરથી ખૂબ વરસાદ વરસી રહ્યો છે
તેની અસર મંદિર ઉપર ફરકતી ધ્વજા ઉપર જોવા મળી હતી ભારે પવન અને વરસાદને લીધી ધ્વજાને ઉતાર્યા વગર બીજી ધ્વજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી ખરેખર આવો અદભુત પ્રસંગ નસીબદાર લોકોને જ જોવા મળે છે ખરેખર આ એક સુંદર મન મોહી લે તેવી ઘટના હતી
દ્વારકા મંદિર ની ધજા ભક્તો દ્વારા રોજ બદલવામાં આવતી હોય છે અબોટી બ્રાહ્મણ યુવાન દ્વારકા મંદિરના શિખર ઉપર ધ્વજા ફરકાવે છે ભારે વરસાદ અને પવનના લીધે મંદિરના શિખર ઉપર ધજા ફરકાવી ખૂબ જોખમી હોવાથી ધ્વજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.