Tulsi Vivah : શાલિગ્રામ કોણ છે અને તેની પૂજા કેમ થાય છે? ઘરમાં સ્થાપનથી મેળવો સુખ અને સફળતા
પંચાંગ પ્રમાણે આજે દેવઊઠી અને તુલસીવિવાહનો તહેવાર છે. આ દિવસે તુલસીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, શાલિગ્રામજી વિશ્વના રક્ષક શ્રીહરિ વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ છે. આ કાળા રંગના ગોળાકાર ચિકણા(સુંવાળા) પત્થરોના રૂપમાં હોય છે. તુલસીજીએ તેમની સાથે લગ્ન કર્યા છે. હિંદુ ધર્મનું પાલન કરતા મોટાભાગના લોકોના પૂજા સ્થાનમાં શાલિગ્રામજીની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે ઘરોમાં શાલિગ્રામજીની નિયમિત પૂજા કરવામાં આવે છે, ત્યાં ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. તેને ઘરમાં રાખીને નિયમિત પૂજા કરવાથી તમને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. તો ચાલો આજે તુલસીવિવાહના દિવસે જાણીએ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ વિશેના કેટલાંક રસપ્રદ તથ્યો…
ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ માનવામાં આવે છે. શાલિગ્રામ મૂળભૂત રીતે નેપાળમાં સ્થિત દામોદર કુંડમાંથી નીકળતી કાલી ગંડકી નદીમાંથી મેળવવામાં આવે છે, તેથી શાલિગ્રામને ‘ગંડકી નંદન’ પણ કહેવામાં આવે છે. શાલાગ્રામ નામના સ્થળે ભગવાન વિષ્ણુનું મંદિર છે, જ્યાં તેમના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, આ ગામના નામ પરથી તેમનું નામ ‘શાલિગ્રામ’ પડ્યું હતું. આ પથ્થરમાં એક વર્તુળ છે, જેને શાલિગ્રામ કહેવામાં આવે છે. તે ચક્ર એક જંતુ દ્વારા બનાવવામાં આવે છે. જે એક જ નદીમાં જોવા મળે છે.
શાલિગ્રામનાં વિવિધ સ્વરૂપોઃ-
પુરાણોમાં 33 પ્રકારના શાલિગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી 24 પ્રકારના શાલિગ્રામને ભગવાન વિષ્ણુના 24 અવતારોના પ્રતીક માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો શાલિગ્રામનો આકાર ગોળ હોય તો તેને ભગવાનનું ‘ગોપાલ’ સ્વરૂપ માનવામાં આવે છે. માછલીના આકારમાં લાંબા શાલિગ્રામ ‘મત્સ્ય અવતાર’નું પ્રતીક છે. આ સિવાય કાચબાના આકારના શાલિગ્રામને વિષ્ણુના ‘કછ્પા’ અથવા ‘કુર્મ અવતાર’નું પ્રતીક માનવામાં આવે છે.
શાલિગ્રામને ઘરમાં રાખવાના ફાયદાઃ-
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જે ઘરોમાં દરરોજ તુલસીજીની સાથે શાલિગ્રામ પથ્થરની પૂજા કરવામાં આવે છે ત્યાંથી ગરીબી દૂર રહે છે. આ સાથે પરિવારમાં સુખ-શાંતિ પણ બની રહે છે.
શાલિગ્રામ સાથે જોડાયેલી મહત્ત્વની બાબતોઃ-
પુરાણોમાં કહેવાયું છે કે, જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય તે તમામ તીર્થ સ્થાનો કરતાં શ્રેષ્ઠ હોય છે. તેમના દર્શન કરીને પૂજા કરવાથી દરેક સુખની પ્રાપ્તિ થાય છે. એવું પણ કહેવાય છે કે, જ્યાં ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે, ત્યાં ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે.
બીજી તરફ શાલિગ્રામ શિલાનું જળ પોતાના પર છાંટવાથી તમામ યજ્ઞો અને તમામ તીર્થોમાં સ્નાન કરવા જેવું જ ફળ મળે છે.
આ સિવાય જે પણ વ્યક્તિ નિયમિત રીતે શાલિગ્રામ શિલાનો જળથી અભિષેક કરે છે તેને તમામ સુખ પ્રાપ્ત થાય છે.
શૈવ સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે, જ્યાંથી ભગવાન શિવ પસાર થયા ત્યાં તેમના પગ નીચે પડેલા કાંકરા અને પત્થરોએ શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું. તેથી જ શૈવ લોકો શાલિગ્રામને જાગૃત મહાદેવ માને છે.
જે ઘરમાં શાલિગ્રામ હોય છે, ત્યાં ક્યારેય કોઈ દુઃખ કે દર્દ રહેતાં નથી. પરંતુ જો શાલિગ્રામને લગતા કેટલાક નિયમોનું પાલન કરવામાં ન આવે તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
શાલિગ્રામમાં વાસ્તુદોષ દૂર કરવાની શક્તિ હોય છેઃ-
શાલિગ્રામ શિલા રાખવાથી લાભ થાય છે
શાલિગ્રામની પૂજા કરવાથી વ્યક્તિ આધ્યાત્મિકતા પ્રાપ્ત કરે છે. જો લોકો સુખ-સમૃદ્ધિ માટે શાલિગ્રામની પૂજા કરે છે, તો તેમને ચોક્કસ સફળતા મળે છે. શાલિગ્રામની પૂજા કરવાથી આર્થિક લાભ થાય છે. સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારી ફાયદા થાય છે. જે ઘરમાં શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. શાલિગ્રામની પૂજા કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.
શિવ-પાર્વતિ વિવાહ થયો સંપન્ન, 11 લાખના 51 ધર્મસ્તંભના દાતા મળ્યા….