Salangpur માં કષ્ટભંજન દેવ દાદાને ડ્રાયફ્રુટનો કરવામાં આવ્યો વિશિષ્ટ શણગાર, અહી કરો દાદાના દિવ્ય દર્શન…

Salangpur માં કષ્ટભંજન દેવ દાદાને ડ્રાયફ્રુટનો કરવામાં આવ્યો વિશિષ્ટ શણગાર, અહી કરો દાદાના દિવ્ય દર્શન…

હિન્દુ ધર્મમાં ગુરુવારને શુભ દિવસ માનવામાં આવે છે. પરંતુ મંગળવાર અને શનિવારના દિવસે ભગવાન હનુમાનના ભક્તો વિધિવ્રત રીતે હનુમાનજીની પૂજા અર્ચના અને વ્રત કરે છે. મિત્રો આજે યાત્રાધામ Salangpur ગામમાં ભગવાન શ્રી કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી મહારાજના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા.

Salangpur
Salangpur

વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ એવમ સતામૃત મહોત્સવ Salangpur ધામ ઉપલક્ષમા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર ધામ ખાતે દાદાને ડ્રાયફૂટનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે.

Salangpur
Salangpur

પરમ પૂજ્ય શાસ્ત્રી એવમ સ્વામી હરિ પ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવારે કષ્ટભંજન દેવ દાદાની દિવ્ય મુર્તિને સવારે 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી દરમ્યાન ડ્રાયફ્રુટનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

Salangpur
Salangpur

સવારે સાત કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદા હનુમાનના સિંહાસનને પણ ડ્રાયફૃટનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ એક ખાસ આયોજન હતું.

Salangpur
Salangpur

તેમજ સમગ્ર Salangpur શ્રી કષ્ટભંજન દેવ મંદિર પરિષદની અંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ અદ્ભુત દર્શનનો લાભ લાખોની સંખ્યામાં દર્શનાર્થીનો અને હરિભક્તો એ ઉઠાવ્યો હતો. સાળંગપુર હનુમાનજીને ડ્રાયફૃટનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો જે ખરેખરમાં ખૂબ જ દિવ્ય લાગી રહ્યો છે. આના સમગ્ર ફોટોસ પણ અહી મૂકવામાં આવેલા છે.

Salangpur
Salangpur

more article : Salangpurdham : શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી કૃતિનો કરાયો દિવ્ય શણગાર, જુઓ તસ્વીરો …

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *