પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે દીકરાએ કર્યું એવું કામ કે આજે આખુ શહેર વખાણ કરતાં થાક્તુ નથી…જુઓ
ડાળીઓ કાપ્યા વિના 125 વર્ષ જૂના પીપળાના ઝાડ પર બનાવ્યું 4 માળનું ઘર, ઘરના ફોટાઓ જોઈને તમને રહેવા જવાનું મન થશે…
નાનપણમાં જે પીપળાના છાયામાં રમત રમીને મોટા થયા તેજ પીપળા પર પોતાનું ઘર બનાવવાની ઇચ્છા થઈ. ત્યારબાદ તેણે તેના પરિવાર માટે આ પીપળાની વચ્ચે જ પોતાનું ઘર બનાવવાનું નક્કી કરી લીધું. સાથે જ આ વિચારને હકીકત કરીને તેણે શાનદાર ઘર પણ બનાવ્યું.
આ ઘરનું નિર્માણ પૂરું કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મધ્યપ્રદેશના જબલપુર ના કેશરવાની પરિવારે. આ પરિવારે ૧૨૫ વર્ષ જૂના પીપળાના ઝાડને કાપ્યા વિના પોતાનું ઘર તેની વચ્ચે બનાવ્યું. આ ઘર નાનકડું નહીં પણ ત્રણ માળની ઈમારત છે. જેમાં સૌથી નીચે ઝાડના મૂળ છે તો ઘરની ઉપર પીપળાની શાખાઓ દેખાય છે.
જબલપુર નજીક આવેલા પનાગર વિસ્તારમાં એક અનોખું ઘર વસેલું છે. આ ઘરને ટ્રી હાઉસ કહેવું ખોટું નથી. આવું એટલા માટે કારણ કે આ ઘર ૧૨૫ વર્ષ જૂના પીપળાના ઝાડને કાપ્યા વિના બનાવવામાં આવ્યું છે.
આ પરિવારે પોતાના ઘરમાં આ પીપળાના ઝાડને પણ જીવિત સભ્યોની જેમ જીવંત રાખ્યું છે. ઘરના બધા જ લોકો આ વૃક્ષની સંભાળ કરે છે. અને આ વૃક્ષ પરિવારના લોકોને 24 કલાક ઓક્સિજન ઉપલબ્ધ કરાવે છે. આ ઝાડની ઘણી ડાળ બારીમાંથી બહાર નીકળી રહી છે.
આ ઘરનો પાયો 27 વર્ષ પહેલાં નાખવામાં આવ્યો હતો. પહેલા આ ઘરને મોતીલાલ કેશરવાની એ બનાવ્યું હતું. કારણ કે તેઓ પણ આ ઝાડની નીચે જ રમ્યા અને મોટા થયા હતા. ત્યારબાદ તેમણે જ પોતાના સંતાનો સામે અહીં ઘર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જમીનમાં વચ્ચોવચ લાગેલા પીપળાના ઝાડ ના કારણે મકાન બનાવવામાં સમસ્યા આવી રહી હતી. છતાં આ પરિવાર પીપળાનું ઝાડ ન કાપવા માટે મક્કમ હતો. ત્યારબાદ પરિવારના બધા જ સભ્યોએ એક મત થઈને નક્કી કર્યું કે આ ઝાડને કાપ્યા વિના તેની ચારે તરફ જ ઘર બનાવી દઈએ.
પરિવારના સપનાને પૂરું કરવાનું કામ એન્જિનિયરોએ કર્યું. ખાસ વાત આ ઘરની એ છે કે પીપળાની ચારેતરફ બનેલું આગળ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે. હવે આ રીતે ઘર બનાવીને આ પરિવાર ની ચર્ચા પણ દેશભરમાં થવા લાગી છે. ઘરની નીચે મંદિર પણ છે જ્યાં દૂર દૂરથી લોકો પૂજા કરવા આવે છે