આ મહિલાના લગ્નના ૧૭ વર્ષ થઇ ગયા છે , પરંતુ આજ સુધી લગ્ન જીવનમાં તેમને એકપણ દિવસ સુખ નથી જોયું એટલે વર્ષોથી રડી રડીને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે.
જે લોકોએ આ દુનિયામાં જન્મ લીધો છે તેમના જીવનમાં સુખ અને દુઃખ બંને હંમેશા આવવાના જ છે, કેમ કે જીવનમાં સુખ અને દુઃખ એ બંને ભાગ છે. આજે આપણે એક એવા જ પરિવારની વિષે જાણીએ જે પરિવાર એટલો મુશ્કેલીઓમાં છે કે પોતાની જીવન ટૂંકાવી દેવા માટે પણ તૈયાર થઇ ગયો છે.
આ પરિવાર સુરતમાં રહે છે જેમાં પતિ-પત્ની, બે બાળકો અને સાસુ સાથે રહે છે.જેમાં પતિને આંખે દેખાતું નથી અને તેથી પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે તેમના દીકરાને પણ આંખની તકલીફ છે અને તેમની સારવાર તો કરાવવી છે.
પણ તેમની પાસે એટલા પૈસા નથી. આજે આખા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી જાય છે, કેમ કે આ મહિલા આખો દિવસ સ્ટોન ડાયમંડ ચોંટાડે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે.આજે તેમાંથી તેમનું પૂરું નથી થતું,
તેઓ કરિયાણાનું બિલ પણ બાકી છે અને ઘરનું ભાડું પણ તેઓ ભરી શકતા નથી. આમ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓ આખો દિવસ કામ કરે છે તો બસો રૂપિયાનું કામ થાય છે તેમની પાસે અમુક વખતે ઘરમાં કઈ લાવવું હોય તો પણ પૈસા નથી હોતા. આજે આ બહેનના લગ્ન કરે ૧૭ વર્ષ થયા છે.
તેઓએ લગ્ન કરીને ૧૭ વર્ષથી તેમના જીવનમાં કોઈ દિવસે સુખ નથી જોયું, આ મહિલાના પતિ અંધ છે એટલે તેઓ કોઈ કામ નથી કરી શકતા અને આખો પરિવાર ખુબ જ મુશ્કેલીઓમાં તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યો છે. ઘણા દિવસો આ બધા જ લોકો ભૂખ્યા રહે છે અને તેમના બાળકોનું પેટ ભરે છે અને એક એક દિવસ રડી રડીને પસાર કરવા મજબુર બન્યા છે.