દીકરીને ડોક્ટર બનાવવા માટે મહેસાણાની આ મહિલા એકલા હાથે પાણીપુરી વેચીને દિવસ રાત અથાગ મહેનત કરી રહ્યા છે.

દીકરીને ડોક્ટર બનાવવા માટે મહેસાણાની આ મહિલા એકલા હાથે પાણીપુરી વેચીને દિવસ રાત અથાગ મહેનત કરી રહ્યા છે.

ઘણા માતાપિતાને આપણે જોતા હોઈએ છીએ જે તેમના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે દિવસ રાત એક કરીને ઘણી મહેનત કરતા હોય છે, આજે આપણે એક તેવી જ મહિલા વિષે વાત કરીશું, આ મહિલા આખો દિવસ પાણી પુરી વેચીને દીકરીને સારો અભ્યાસ કરાવીને ડોક્ટર બનાવવા માંગતા હતા, આ મહિલાની પાણી પૂરી આજે આખા મહેસાણામાં માસીની પાણીપુરી તરીકે જાણીતી બની હતી.

આ મહિલા રાધનપુર ચોકડી પર પાણીપુરી બનાવીને વેચી રહ્યા હતા, આ મહિલા પહેલા નોકરી કરતા પણ જયારે કોરોના આવ્યો ત્યારે આ મહિલાની નોકરી છૂટી ગઈ હતી એટલે તે પછી આ મહિલાએ વિચાર્યું કે નોકરી કરતા પોતાનો નાનો મોટો ધંધો કરવો સારો, ત્યારબાદ આ મહિલાએ પાણીપુરી વેચવાની શરૂ કરી હતી, આ મહિલાએ કહેતા જણાવ્યું હતું.

મારી દીકરી ભણવામાં ખુબ હોશિયાર છે એટલે મારી દીકરી મોટી થઈને સારો અભ્યાસ કરી શકે તે માટે દિવસ રાત પાણીપુરી વેચીને દીકરીનું ભવિષ્ય સુધારવાનું કામ કરે છે, આ મહિલાનું એવું સપનું હતું કે તેમની દીકરી સારો અભ્યાસ કરીને મોટી થઈને ડોક્ટર બને, તે માટે આ મહિલા આખો દિવસ મહેનત કરીને પાણીપુરી વેંચતા હતા.

ઘણી મહિલાઓને આપણે જોતા હોઈએ છીએ જે પોતાના પગભર થવા માટે આખો દિવસ મહેનત કરતી હોય છે અને તેમાંથી મોટી સફળતા મેળવતી હોય છે, પાણીપુરી વેંચતા આ મહિલા મહેસાણાના વતની હતા,

આ મહિલા પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે રસ્તાઓ પર ઉભા રહીને પાણીપુરી વેચીને તેમાંથી કમાણી કરી રહ્યા હતા, આથી દરેક લોકો આ મહિલાની પાણીપુરી ખાવા માટે આવે છે અને દરેક લોકો ખુશ થઈને હોંશેહોંશે માસીની પાણીપુરી ખાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *