આ મહિલા ને જેમ તેમ ના સમજો.., આ મહિલા કરે છે મોટા મોટા ટ્રકના પંચર…, પુરુષો ને પણ પરસેવો વળી જાય, તે કામ આ મહિલા કરે છે….
સમાજમાં મહિલાઓ ને હંમેશા નબળી માનવામાં આવી છે. અને મહિલાઓને ઘણું બધું કામ કરવું હોય તેમ છતાં સમાજની ઘણી બધી રીતિ રિવાજો અને આટા ઘુંટી ને લીધે મહિલાઓ કામ કરી શકતી નથી. અને ઘણી વખત પુરુષો તેમની સાથે ઉભા રહીને મહિલાઓને કામ કરવા દેતો નથી. ઉપરાંત મહિલાઓને માત્ર ને માત્ર ચાર દીવાલોની વચ્ચે રાખે છે. અત્યારે સમય બદલાઈ ગયો છે, અને મહિલાઓ પણ પુરુષોના ખભે ખભા મિલાવીને કામકાજ કરે છે. મહિલાઓ દરેક ક્ષેત્રે પુરુષોને ભારે ટક્કર આપે છે.
તમને જણાવી દઈએ કે આજની મહિલા આત્મનિર્ભર બની ગઈ છે. તેઓને કોઈ પણ બીજા લોકોની ઉપર ની ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી. આજની મહિલા ક્યારેક માતા બનીને, ક્યારેક બહેન બની ને, પુત્ર બનીને, ક્યારેક પત્ની બનીને દરેક જગ્યાએ પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવે છે. તેમાં જ આજે અમે તમને એક માતા અને પત્ની વિશે ની માહિતી આપવા જઈ રહ્યા છીએ.
આજે અમે આ લેખ દ્વારા વાત કરી રહ્યા છીએ તેલંગાણાની એક મહિલા વિશે. આ મહિલાની વાત કરે તો, તેમનું નામ આદિલલક્ષ્મી છે.તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પહેલા થોડા દિવસો પહેલા, આ મહિલાનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો હતો. તે મહિલા મોટા મોટા ટ્રકો અને મોટા મોટા વાહનો ના પૈડા ખોલી રહી હોય તેવો ફોટો વાયરલ થઇ રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ મહિલાનું નામ છે આદિ લક્ષ્મી., આદિ લક્ષ્મી રોજ તેમના પતિ સાથે તેમની દુકાન પર કામકાજ કરે છે. તેમના પતિની વાત કરીએ તો તે મોટા ટ્રકો ના ટાયર ને પંચર બનાવવાનું કામકાજ છે. તેની સાથે સાથે પત્ની આદિલક્ષમી પણ પોતાના પતિની મદદ કરી રહી છે. તેલંગાણા ની અંદર આવેલા કોઠગુડેમ જિલ્લા ના સુજાતનગર માં આદીલક્ષમી અને તેમનો આખો પરિવાર રહે છે.
મોટા મોટા ટ્રકોના વેલ્ડીંગ લઈને પંચર સુધી, તેમજ ટ્રકના ટાયર ખોલવા અથવા નાનું મોટુ સમારકામ આ દરેક વસ્તુ આડીલક્ષમી પોતાની જાતે કરે છે. અને તેમના પતિ વીરભદ્રમ ને પોતાની દુકાન ની અંદર સારામાં સારો ટેકો આપે છે. વાત કરીએ તો, આદિલક્ષમિ ને બે પુત્રીઓ છે. અને એક મહિલા આદિલકક્ષ્મી મોટા મોટા વેલ્ડીંગ અને મેટલ ફેબ્રીકેશન તરીકે પણ કામ કર સારી રીતે કરે છે.
આ ઉપરાંત આ મહિલા ટ્રકોના વિશાલ ટાયર ખોલવા અથવા ફીટ કરવા, એમાં જ તેમનું પંચર કરવું, દરેક વસ્તુઓ કરવા માં પુરુષોને પણ પરસેવો વળી જતો હોય, તે કામ આ મહિલા પોતાની જાતે કરે છે. આ મહિલા કહે છે કે, અમારા ઉપર નું દેવું આ દિવસે ને દિવસે વધી રહ્યું હતું, જેને ઘટાડવા માટે મેં મારા પતિની સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. આદિ લક્ષ્મીના આ વિચાર ખૂબ જ સારા છે અને સમાજમાં એક ઉદાહરણ રૂપ છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે મારે બે દીકરીઓ છે અને અમારી પાસે થોડા સાધનો છે. જો અમને સરકાર તરફથી કોઈપણ મદદ મળશે, તો મારી દીકરીઓના ભવિષ્યને સુધારવામાં મદદ થશે. ખાસ વાત તો એ છે કે, આ દિવસને ત્રણ વર્ષ પહેલા પતિની સાથે એક રીપેરીંગ શોપ ખોલી હતી. તે સમયે તેની પાસે પૈસાની ખૂબ જ અછત હતી. આ ઉપરાંત દુકાન ખોલવા માટે પોતાનું ઘર ગીરવે રાખવું પડ્યું હતું અને, દુકાન ખોલવા માટે તેમને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી.
તેઓ જણાવે છે કે જ્યારે તેઓ દુકાન શરૂ કરી ત્યારે, ગ્રાહકો ઘણી બધી રીતે વિચારતા હતા કે, શું આ મહિલા ટાયર ને સરખી રીતે પંચર કરશે કે નહીં. આ પછી આદિ લક્ષ્મી એ મક્કમ નિર્ણય સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું અને દિવસે ને દિવસે લોકોને તેમની કુશળતા વિષે ખબર પડી. આજે તેમની દુકાન 24 કલાક ખુલ્લી હોય છે અને ગ્રાહકો પણ બંને પતિ-પત્નીએ ની સર્વિસથી ખૂબ જ ખુશ છે.