આ મંદિરે પત્રમાં અધૂરી ઈચ્છા લખી શ્રીફળ સાથે દાદાને ચઢાવવાથી ભકતોની તે ઈચ્છા પુરી થાય છે.
અત્યારે ગણેશચતુર્થી ચાલી રહી છે. આખા દેશમાં ગણેશ ચતુર્થીની ખુબજ ધૂમધામથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે અમે તમને એક એવા ગણપતિ દાદાના મંદિર વિષે જણાવીશું કે જ્યાં જવા માત્રથી જ બધા દુઃખ દૂર થાય છે. ગણપતિ દાદાનું આ મંદિર જબલપુરમાં આવેલું છે.
જે આખા દેશમાં સિદ્ધિ ગણેશ મંદિર તરીકે ઓળખાય છે.જ્યાં લાખો લોકોના દુઃખ દૂર થાય છે. આ મંદિરમાં ગણપતિ દાદા સાક્ષાત સ્વરૂપમાં બિરાજમાન છે. આ મંદિર માં ગણપતિ દાદાને ચિઠ્ઠીમાં લખીને કોઈ અરજી કરવામાં આવે છે.
તો ગણપતિ દાદા ભકતોની દરેક અરજી પુરી કરે છે.લોકો આ મંદિરમાં દૂર દૂરથી આવે છે. અહીં પેપર પર પોતાની અધૂરી ઈચ્છા જણાવે છે અને તે ચિઠ્ઠીને શ્રી ફળ સાથે બાંધી દાદાને અર્પણ કરે છે.
આવી રીતે ગણપતિ દાદાને અરજી કરવાથી ભક્તોની દરેક અરજી પુરી થાય છે. અહીં દિવસ દરમિયાન હજરો ભકતો દાદાના દર્શન કરવા માટે આવે છે. અહીં લોકોના કામ સિદ્ધ થતા હોવાથી અહીં લોકોને સીધી ગણપતિ દાદા તરીકે ઓળખવામાં આવે છે.
આજ સુધી કોઈ પણ ભકત દાદાના દરબાર માંથી નિરાશ થઇને પાછો નથી ગયો.ગણપતિ દાદા પ્રથમ પૂજ્ય દેવોમાં એક છે. કોઈપણ શુભ કામની શરૂઆત તેમની પૂજા કે તેમાં નામ લઈને જ કરવામાં આવે છે. આજ સુધી અહીં લાખો લોકોની અરજી ગણપતિ દાદાએ પુરી કરી છે. માટે આ મંદિરની માન્યતા દિવસેને દિવસે ખુબજ વધી રહી છે. આખા દેશ માંથી ભકતો અહીં દર્શન માટે આવે છે.