આ વ્યક્તિને છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો, માં મોગલની માનતા રાખી અને પછી થયું એવું કે…
નમસ્કાર દોસ્તો, આપણા દેશમાં ઘણા એવા મંદિરો છે જ્યાં ઘણા ચમત્કાર થાય છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.આવું જ એક મંદિર ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં કબરાઉ નામનું એક ગામ આવેલ છે જ્યાં મા મોગલ હાજરાહજૂર બિરાજમાન છે.મા મોગલને ચરણે આવતા તમામ ભક્તોના દુ:ખ મા મોગલ દૂર કરે છે.
કબરાઉ મોગલધામમાં મણિધર બાપુ નામના ઋષિ જેઓ મા મોગલના ઉપાસક છે,જેમને લોકો ચારણઋષિ કહે છે.મંદિરે મા મોગલના દર્શન કરવા ભક્તો દૂર-દૂરથી આવે છે.કહેવાય છે કે મા મોગલના ધામમાં માનતા રાખવાથી માનતા પરિપૂર્ણ થાય જ છે આવા તો એક નહીં અનેક દાખલા છે,મા મોગલે ભક્તોના દુ:ખડા દૂર કર્યા છે.
મંદિરે એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા આવ્યા હતા જેમનું નામ ચિરાગભાઈ પટેલ છે,જેઓ ગાંધીનગરના રહેવાસી છે,તેમણે ૫,૧૦૦ રૂપિયાની માનતા હતી,ચિરાગભાઇએ જણાવ્યુ કે, મને છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો, દવા પણ કરાવી, હું ફેસબુક પર મા મોગલના વિડીયો અને મણિધર બાપુના આશીર્વચન સાંભળી મા મોગલની માનતા રાખી તેના ત્રીજા દિવસે મને સારું થઈ ગયું.
આટલું સાંભળતા જ મણિધર બાપુ એ કહ્યું કે, બેટા તને વિશ્વાસ હતો, દવા-દુવા બધુ જ જોઈએ, બેટા તું દવા પણ ચાલુ રાખજે, આ ૫૧૦૦ રૂપિયા તારી બેનને આપજે,મા મોગલે તારી માનતા સ્વીકારી છે.માનતા પૂર્ણ કરી ચિરાગભાઈ એ મણિધર બાપુ અને મોગલ માના આશીર્વાદ લીધા.