આ વ્યક્તિ પોતે અંધ હતા તો પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે શાળા ચાલુ કરીને ૧૭૦ જેટલા અંધ બાળકોને શિક્ષણ અને તાલીમ આપીને તેમનું ભવિષ્ય સુધારવાનું કામ કર્યું.
ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ જે તેમનું આખું જીવન સેવા પાછળ સમર્પિત કરી દેતા હોય છે, આજે આપણે એક તેવા જ વ્યક્તિ વિષે વાત કરીશું, આ વ્યક્તિ વલસાડ જિલ્લાના રહેવાસી હતા, આ વ્યક્તિનું નામ રામભાઈ પટેલ હતું, રામભાઈ પોતે અંધ હતા તો પણ છેલ્લા ૩૮ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે શાળા ચલાવી રહ્યા હતા.
રામભાઈ પટેલ હાલમાં જે શાળા ચલાવી રહ્યા હતા તે શાળામાં હાલમાં ૧૭૦ કરતા પણ વધારે બાળકો તાલીમ મેળવી રહ્યા હતા, રામભાઈ પટેલએ તેમના વિષે વાત કરતા જણાવતા કહ્યું હતું કે વર્ષ ૧૯૭૨ માં તેઓ બી. કોમનો અભ્યાસ કરી રહ્યા હતા તે સમયે તેમને આકસ્મિક રીતે આંખે દેખાતું બંધ થઇ ગયું, ત્યારબાદ તેઓ તેમનું જીવન અંધકારમય રીતે જીવી રહ્યા હતા.
તો પણ રામભાઈ પટેલ તેમના જીવનમાં આગળ વધવા માટે હિંમત હાર્યા ન હતા, દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે મન હોય તો માળવે જવાય તે કહેવતને આજે રામભાઈ પટેલએ સાબિત કરીને બતાવી હતી, રામભાઈ અંધ હતા તો પણ તેમને વર્ષ ૧૯૭૬ માં વલસાડની બેંકમાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરતા હતા.
ત્યારબાદ રામભાઈએ વિચાર્યું કે મારા જેવી બીજા અનેક અંધ લોકોને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે માટે રામભાઈ પટેલએ ગંગાબાની વાડીમાં વલસાડ નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ સંસ્થાની સ્થાપના કરી અને ત્યાં આઠ અંધ લોકોને પોતાના ઘરે જ રાખીને શિક્ષણ અને તાલીમ આપવાની શરૂઆત કરી હતી.