શિવપુત્રે બનાવેલું આ ચમત્કારી મહાદેવનું મંદિર દરરોજ બે વખત સમુદ્રમાં ડૂબી જાય છે, શિવપુરાણ માં પણ આ વિશેષ મંદિર નો ઉલ્લેખ છે જાણો કેમ બનાવ્યુ હતું આ મંદિર.

શિવપુત્રે બનાવેલું આ ચમત્કારી મહાદેવનું મંદિર દરરોજ બે વખત સમુદ્રમાં ડૂબી જાય છે, શિવપુરાણ માં પણ આ વિશેષ મંદિર નો ઉલ્લેખ છે જાણો કેમ બનાવ્યુ હતું આ મંદિર.

અત્યારે સાવન મહિનાનો ચાલુ છે અને બે સોમવાર વાય ગયા છે. શિવની આરાધનાનો આ વિશેષ મહિનો ચાલુ છે. ત્યારે આપણે આવા શિવ મંદિર વિશે જાણીએ જે દિવસમાં બે વખત સમુદ્રમાં ડૂબી જાય છે. વિદેશથી પણ પ્રવાસીઓ મંદિરની આ રીતે ડૂબી જવા અને થોડા કલાકો પછી ફરી દેખાવાની ઘટના જોવા આવે છે.

સ્તંભેશ્વર મહાદેવ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયાકિનારે આવેલા કંબોઇ ગામ ખાતે આવેલું પૌરાણીક તિર્થધામ છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે. મહીસંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીનાં દર્શન કરવા દરિયાનાં પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ ગુપ્ત તિર્થ તેમ જ સંગમ તિર્થ તરીકે પણ ઓળખાય છે.

પાણીનું સ્તર ઘટે ત્યારે જ દર્શન થાય છે: આ પ્રાચીન મંદિરની મુલાકાતે આવતા ભક્તોએ દરિયાની સપાટી સુધી પ્રભુના દર્શન કરવા માટે રાહ જોવી પડે છે. દરરોજ બે વખત દરિયામાં આવતી ભરતીઓ આ મંદિરને તેના પાણીમાં શોષી લે છે અને થોડા સમય પછી શિવલિંગ ફરીથી દેખાવા લાગે છે. આ મંદિર અરબી સમુદ્રની મધ્યમાં કેમ્બે કિનારે બનાવવામાં આવ્યું છે.

ભગવાન શિવના પુત્રએ બનાવીયુ હતું: સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતા આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવ પુરાણની રુદ્ર સંહિતામાં કરવામાં આવ્યો છે. આ મુજબ આ મંદિર ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દ્વારા બનાવવામાં આવ્યું હતું.

શિવભક્ત તડકરસુરની હત્યા કર્યા બાદ કાર્તિકેય ખૂબ જ બેચેન હતા, પછી તેમના પિતાના કહેવા પર તેમણે તડકાસુરના વધના સ્થળે આ મંદિર બનાવ્યું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચાઈ અને 2 ફૂટ પહોળું છે. મંદિરની આ ચમત્કારિક ઘટના સિવાય લોકો અહીં પણ સુંદર અરબી સમુદ્રનો નજારો જોવા આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *