Gujarat : આ છે ગુજરાત નું કાશ્મીર, એટલી નયનરમ્ય જગ્યા કે તસ્વીર જોઈ તમારું મનમોહાય જશે…

Gujarat : આ છે ગુજરાત નું કાશ્મીર, એટલી નયનરમ્ય જગ્યા કે તસ્વીર જોઈ તમારું મનમોહાય જશે…

Gujarat : હાલમાં વેકેશન નો સમય ચાલી રહ્યો છે ત્યારે દરેક લોકો અલગ અલગ સ્થળો ની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે ગુજરાત નું જ એક એવું ફરવા લાયક સ્થળ વિષે માહિતી આપવા જય રહયા છીએ કે જેમાં કુદરતી સૌંદર્ય અને નદી સરોવર નો એવો અનોખો સંગમ જોવા મળી આવે છે કે તમે ત્યાં વારંવાર જવાનું પસંદ કરશો. અમે જે જગ્યાની વાત કરી રહયા છીએ એ ગુજરાત ના સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર અને ઇડર નું પોળો ફોરેસ્ટ ફરવા માટેનું લોકોનું પસંદગીનું સ્થળ ગણાય છે.

Gujarat
Gujarat
અભાપુર નજીક આ પોળો ફોરેસ્ટ આવેલ છે

Gujarat : સાબરકાંઠા જિલ્લા ના નાના ગામ અભાપુર નજીક આ પોળો ફોરેસ્ટ આવેલ છે. જે લગભગ 400 ચોરસ કિમિ વિસ્તારમાં ફેલાયોએ છે. આ સાથે જ તે ટેકરીઓ, સરોવરો, નદીઓ અને લીલીછમ વનસ્પતિ થી ઘેરાયેલ જોવા મળી આવે છે જે દરેક મુલાકાતીઓને હૃદયસ્પર્શી કરી દેતું હોય છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના પ્રાચીન ઐતિહાસિક સ્થળૉ પૈકીનું પોળો ફોરેસ્ટ એક પ્રવાસન., આધ્યાત્મિકતા અને શુદ્ધ કુદરતી વાતાવરણ ની દ્રષ્ટિએ એક અનોખું મહત્વ ધરાવે છે અને તેની આ બાબત ત્યાં આવતા દરેક પ્રવાસીઓના દિલને સ્પર્શી જતી હોય છે.

Gujarat
Gujarat

Gujarat : એવું કહેવામાં આવે છે કે 10 મી સદીમાં હરણાવ નદી પાસે ઈડરના પરિહાર રાજાઓ દ્વારા નાના શહેર ની સ્થાપના કરવામાં આવી હતી. જ્યા 15 મી સદીમાં મારવાડના રાઠોડ દ્વારા તેને કબ્જે કરી લેવામાં આવ્યું હતું અને આથી આ નામ પોળ તરીકે ઉતારી આવ્યું છે જેનો અર્થ મારવાડી ભાષામાં ગેટ થાય છે.

Gujarat
Gujarat

Gujarat : કારણ કે તે ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના સેતુ તરીકેનું કામ કરે છે. પોળો ફોરેસ્ટ એ પુરાતત્વ અને વન વિભાગ માટેનું બહુ જ રસપ્રદ સ્થળ ગણાય છે જ્યા પ્રાચીન ખંડેરો પણ આવેલ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અહીં પોળો માં કેમ્પસાઇટ નેચર એજ્યુકેશન કેમ્પ , વાઈલ્ડ લાઈફ તાલીમ અને સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો : Google : વર્ષ 2021માં ‘ભૂલ’ શોધવા માટે Google એ આપ્યા 65.79 કરોડ રૂપિયા, ઈન્દોરના અમન પાંડેને મળ્યુ સૌથી વધુ રીવોર્ડ…

Gujarat
Gujarat

Gujarat : જે વિદ્યાર્થીઓ, વિધવાનો, પ્રવાસીઓ અને પકૃતિ પ્રેમીને મદદરૂપ સાબિત થાય છે. આથી જ ગુજરાત સરકાર અહીં દર વર્ષે પોળો ઉત્સવનું પણ આયોજન કરે છે. જેમાં સાહસિક પ્રવુતિઓ, સાયકલિંગ ,કેમ્પીંગ,કેમ્પ ફાયર અને અન્ય ઘણી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે અને આથી જ આ સ્થળ હજારો પ્રવાસીઓને આકર્ષિત કરી જાય છે.

Gujarat : અહીં આવતા પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન અહીં પોળો ફોરેસ્ટ ની મુલાકાત લઇ શકે છે પરંતુ અહીં જો સાચી પ્રકૃતિ સૌંદર્યતા ને જોવી હોય તો તે માટે અહીં ચોમાસુ અને શિયાળાનો સમય સૌથી સારો ગણાય છે. અને આ સમયમાં એટલે કે જુલાઈથી ફેબ્રુઆરી સુધીમાં અહીં તાપમાન સુખદ જોવા માશે જેનાથી પ્રવાસીઓને વાસ્તવિક પ્રકૃતિનો અનુભવ થશે.

Gujarat
Gujarat

Gujarat : આ તો સાબરકાંઠા ના પોળો ફોરેસ્ટ માં જોવાની ઘણી જગ્યાઓ છે જેમાં શરણેશ્વર શિવ મંદિર, ત્રયતન શિવ મંદિર,જૈન દેસાસર નું દંપતી, હરણાવ નદી ડેમ, લાખેણામંદિર, ભીમ પર્વત,મ્યુઝિયમ, સૂર્ય મંદિર, ચાંદ બૌરી સ્ટેપ કુવા વાગેનો ફરવા લાયક સ્થળો નો સમાવેશ થાય છે.

Gujarat
Gujarat

Gujarat : મોટા ભાગે અહીં પોળો ફોરેસ્ટ ની મુલાકાતે આવતા લોકોને અહીંના જંગલનું હન્ટ વાતાવરણ, ડુંગરો, હરણાવ નદી અને ઝરણાઓ અને ત્યાંનું નયન રમ્ય દ્રશ્ય જ લોકોને આ જગ્યાથી આકર્ષિત કરી મૂકે છે અને તેનું મન મોહી લે છે . આથી જ સબરકાઠાં ના વિજયનગર ના આ પોળો ફોરેસ્ટ ને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં મુલાકાત લેવા માટે આવતા હોય છે.

more article : Success Story : આ 13 વર્ષના બાળકને જેમ તેમ ના સમજતા! ચલાવે છે મોટી કંપની અને કંપનીનુ ટર્ન ઓરવ છે 200 કરોડ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *