આ છે જૂનામાં જૂનો ગોઠણનો દુખાવો મટાડવાનો 100% સચોટ દેશી ઉપાય, મોંઘી દવાઓ કરતા પણ છે વધુ અસરકારક, કોઈ પણ જાતની આડઅસર વગર મળશે ઈન્સ્ટન્ટ ફાયદો…

આ છે જૂનામાં જૂનો ગોઠણનો દુખાવો મટાડવાનો 100% સચોટ દેશી ઉપાય, મોંઘી દવાઓ કરતા પણ છે વધુ અસરકારક, કોઈ પણ જાતની આડઅસર વગર મળશે ઈન્સ્ટન્ટ ફાયદો…

આપણી રોજિંદા વ્યસ્ત જીવન શૈલીના કારણે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ બેદરકાર રહેતા હોઈએ છીએ. તેવા સમયે આપણા શરીરને ઘણી બઘી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. તમને જણાવી દઉં કે હાલના સમયમાં ઢીચણના દુખાવાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.

ઢીંચણના દુખાવા આમ તો 55 વર્ષની ઉંમર પછી થતા હોય છે. પરંતુ આજના આધુનિક અને વિકસિત ટેક્નોલોજી યુગમાં નાની ઉંમરે પણ આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોવાના કારણે આ ઢીંચણના દુખાવા થતા હોય છે.

જો આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો ઢીચણના દુખાવા સિવાય પણ ઘણી બઘી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ઢીંચણના દુખાવા થવાથી નીચે બેઠા હોય તો ઉભા થવામાં પણ દુખાવો થતો હોય છે. આ સિવાય ચાલવામાં પણ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

ઘણી વખત શરીરમાં કોઈ પણ દુખાવો થાય છે ત્યારે દવાનું સેવન પણ કરતા હોઈએ છીએ. પરંતુ વધુ પડતી દવાનું સેવન કરવાથી લીવર અને કિડનીને નુકસાન પણ થઈ શકે છે. પરંતુ ઘરમાં જ રહેલ વસ્તુનો ઉપયોગ કરીને દુખાવામાં રાહત મેળવી શકાય છે. રસોડામાં રહેલ મસાલા ઔષઘીય દવાનું કામ કરે છે.

ઢીચણના દુખાવા હાલના સમયમાં નાના મોટા દરેક વ્યક્તિને થતા હોય છે. ઢીચણના દુખાવામાં રાહત મેળવવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી ઢીંચણના દુખાવામાં ઘણી રાહત મળશે.

ઢીંચણના દુખાવામાં રાહત મેળવવા માટે આદુંની જરૂર પડશે. આ માટે સૌથી પહેલા 500 ગ્રામ આદું લઈ લો, ત્યાર પછી તે આદુંને સુકવી દો, બરાબર સુકાઈ જાય ત્યાર પછી તેનો પાવડર બનાવી લો, હવે તે પાવડરને એક કાચની બરણીમાં ભરી લેવો, હવે એક વાટકીમાં બે ચમચી સૂંઢ પાવડર લઈ લો ત્યાર પછી તેમાં થોડુંક પાણી મિક્સ કરીને ગરમ કરી લો, ત્યાર પછી તે પેસ્ટને જે ઢીચણ દુખતું હોય તેના પર લગાવી ને એક કલાક સુઘી રહેવા દો, જો તમે રાત્રે સુતા પહેલા આ પેસ્ટ લગાવો તો તેના ઉપર કપડું લપેટીને આખી રાત રહેવા દેવું. આ રીતે સુકવેલા આદુંના પાવડરનો ઉપયોગ કરવાથી ગમે તેવા ઢીંચણના દુખાવા હોય તો દૂર થઈ જશે. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી 10 મિનિટમાં જ ઢીચણના દુખાવામાં રાહત મળશે.

આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં એક ચમચી આદુંનો પાવડર મિક્સ કરી લો, ત્યાર પછી તેને થોડું ઉકાળી લો, ત્યાર પછી તેને નીચે ઉતારીને થોડું થાય ત્યારે ગાળીને પી જવાનું છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી ઢીંચણના દુખાવા અને શરીરના અન્ય દુખાવા પણ દૂર થઈ જશે.

ઢીંચણના દુખાવામાં રાહત મેળવવા સૌથી પહેલા 200 ગ્રામ સરસવનું તેલ લઈ તેને ગરમ કરવા મુકો, ત્યાર પછી તેમાં 12-14 લસણની કળી મિક્સ કરીને 10 મિનિટ સુઘી ઉકળવા દો, ત્યાર પછી તેમાં 4 થી 5 કપૂર મિક્સ કરી લો, ત્યાર પછી ગેસને બંઘ કરીને તેલને ઠંડુ થવા દો, જયારે ઠંડુ થઈ જાય ત્યારે તેને એક કાચની બોટલમાં ભરી લો, ત્યાર પછી રોજે બે વખત આ તેલથી માલિશ કરવી.

આ તેલથી માલિશ કરવાથી ઢીંચણના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મળશે.જો તમે આ તેલને સવારે લગાવો છો તો લગાવ્યા પછી 15 મિનિટ સુઘી સૂર્ય પ્રકાશના કિરણો સામે ઢીચણ રાખીને બેસવું. જેથી ઢીંચણમાં ભરાઈ ગયેલ વાયુને દૂર કરશે અને દુખાવામાં જલ્દી રાહત આપશે.

જો તમને ઉઠવા બેસવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય તો આ ઉપાયનો ઉપયોગ કરવાથી ખુબ જ જલ્દી થી રાહત મળશે. જો શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવા થતા હોય તો આ ઉપાય કરવાથી દુખાવામાં રાહત મેળવી શકાય છે.

admin

Leave a Reply

Your email address will not be published.